दुनिया

‘એવી વસ્તુ જોઈ કે વિશ્વાસ નહીં થાય…’ એલિયન્સ અંગે ટ્રમ્પ કરશે ચોંકાવનારો ખુલાસો! | Trump to Reveal Mind Blowing UFO Secrets and Alien Files Following Artemis II Success


Donald Trump UFO Disclosure: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક અત્યંત રોમાંચક જાહેરાત કરતા જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં યુએફઓ(UFO) એટલે કે અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ સાથે જોડાયેલી એવી માહિતી જાહેર કરવા જઈ રહ્યા છે, જેના પર લોકોને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ પડશે. વ્હાઇટ હાઉસમાં આર્ટિમિસ II મિશનના ક્રૂ મેમ્બર્સ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું પ્રશાસન લાંબા સમયથી વણઉકેલ્યા રહેલા આ રહસ્યો પરથી પડદો ઉઠાવવાની તૈયારીમાં છે. ટ્રમ્પના મતે, લોકોમાં યુએફઓ અને અન્ય ગ્રહોના જીવન(એલિયન્સ) પ્રત્યે ભારે જિજ્ઞાસા છે અને ટૂંક સમયમાં જ આ અંગેના મહત્ત્વના દસ્તાવેજોનો પ્રથમ ભાગ જાહેર કરવામાં આવશે.

એલિયન્સ અને યુએફઓ પરના ગુપ્ત દસ્તાવેજો થશે જાહેર

ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકલનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેમણે કેટલાક એવા પાઇલટ્સ સાથે વાત કરી હતી જેમણે આકાશમાં એવી અદભૂત વસ્તુઓ જોઈ હોવાનો દાવો કર્યો હતો જેના પર ભરોસો કરવો અશક્ય છે. ફેબ્રુઆરીમાં જ અમેરિકન પ્રમુખે સંબંધિત એજન્સીઓને આદેશ આપ્યો હતો કે યુએફઓ અને અનઆઇડેન્ટિફાઇડ એરિયલ ફિનોમિના સાથે જોડાયેલી તમામ ફાઇલોની સમીક્ષા કરીને તેને સાર્વજનિક કરવામાં આવે. તેમના જણાવ્યા અનુસાર, 17 એપ્રિલની સમીક્ષામાં કેટલાક અત્યંત રસપ્રદ દસ્તાવેજો સામે આવ્યા છે જે વિશ્વની સામે મૂકવામાં આવશે.

આ પણ વાંચો: ટ્રમ્પ અને પુતિન વચ્ચે શું રંધાઈ રહ્યું છે…. 90 મિનિટની ટેલિફોનિક વાતચીતમાં ઈરાન મુદ્દે પણ ચર્ચા

ફાર સાઈડની પરિક્રમા કરી પરત ફર્યા 4 અવકાશયાત્રી

નોંધનીય છે કે આર્ટિમિસ IIએ નાસાનું પ્રથમ ક્રૂડ ટેસ્ટ ફ્લાઇટ મિશન હતું, જે 1 એપ્રિલના રોજ ફ્લોરિડાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં 4 અવકાશયાત્રીઓએ એસએલએસ(SLS) રોકેટ દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષા પૂર્ણ કરી ચંદ્રની પાછળના ભાગ(Far Side) સુધીની મુસાફરી કરી હતી. આ મુસાફરી દરમિયાન તેઓ પૃથ્વીથી 4,06,771 કિલોમીટર દૂર ગયા હતા, જે એક નવો રેકોર્ડ છે. અવકાશના આ સફળ મિશન બાદ હવે ટ્રમ્પની આ નવી જાહેરાતે સમગ્ર વિશ્વમાં કુતૂહલ જગાવ્યું છે કે આખરે યુએફઓ સાથે જોડાયેલી એવી કઈ બાબતો છે જે અત્યાર સુધી દુનિયાથી છુપાયેલી હતી.


'એવી વસ્તુ જોઈ કે વિશ્વાસ નહીં થાય...' એલિયન્સ અંગે ટ્રમ્પ કરશે ચોંકાવનારો ખુલાસો! 2 - image



Source link

Related Articles

Back to top button