गुजरात

આમોદનો સૃહદમ પેટ્રોલ પંપ રામ ભરોસે ગ્રાહકને ઓછું પેટ્રોલ મળતા મામલતદાર અરજી ના આધારે સ્થળ ઉપર આવી ચકાસણી કરી.

આમોદનો સૃહદમ પેટ્રોલ પંપ ને સીલ કરવાની ગ્રાહકોની માંગણી, શુ આ સૃહદમ પેટ્રોલ પંપ ના નોજલ ને દર ત્રણ મહિને સ્ટેમ્પિંગ કરવામાં આવે છે કે રામ ભરોસે ચાલે છે

આમોદ

રીપોટર – જાવેદ મલેક

સૃહદમ પેટ્રોલ પંપ સોસિયલ ડિસ્ટન્ટ નો ભંગ જોવા મળ્યો

આમોદ નગરમાં આવેલો સૃહદમ પેટ્રોલ પંપ ફરી એક વખત ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતું હોવાને લઈને ચર્ચામાં આવ્યો છે. ગ્રાહકે આમોદ મામલતદારને લેખિત ફરિયાદ કરતા આમોદ મામલતદારે સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમોદ નગરમાં આવેલા સૃહદમ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આજ ફરી વખત આ જ પેટ્રોલ પંપ ચર્ચામાં આવ્યો છે દરબાર રોડ ખાતે રહેતા સાજીદ ઇલ્યાસ પટેલે આમોદ મામલતદારને સૃહદમ પેટ્રોલ પંપ પરથી ઓછું પેટ્રોલ મળતું હોવાની લેખિત ફરિયાદ આપી હતી. જેથી આમોદ મામલતદાર તેમજ નાયબ મામલતદાર સહિતની ટીમ પેટ્રોલ પંપ ઉપર પહોંચીને પેટ્રોલમાં થયેલી ગેરરીતિ બાબતે રૂબરૂ ચકાસણી કરી હતી અને પેટ્રોલ પંપ સંચાલકના જવાબો લીધા હતા. કાર્યવાહી દરમિયાન અનેક લોકોના ટોળા પેટ્રોલ પંપ ઉપર જામ્યા હતા.ચાર મહિના પહેલા પણ આ જ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકને ઓછું પેટ્રોલ મળતા જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ મળતા જિલ્લા પુરવઠા અધિકારી તેમજ તોલમાપ ખાતાં અધિકારીએ રેડ કરી પેટ્રોલ ડીઝલના નમૂના ગાંધીનગર ખાતે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેનો આજ સુધી રીપોર્ટ આવ્યો નથી. જ્યારે ફરી વખત સૃહદમ પેટ્રોલ ઉપર ઓછું પેટ્રોલ મળવાથી ગ્રાહકોમાં વિશ્વાસ તૂટી રહ્યો છે.સાજીદ ઇલ્યાસ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે થમ્સ અપ ના ૨.૨૫ લીટરના બોટલમાં ૨.૪૨ લીટર પેટ્રોલ આપ્યું. જેથી સાજીદ પટેલે આમ થવાનું કારણ સંચાલકને પૂછતાં તેણે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપતા વાત વણસી હતી. અને મામલતદારને ફોનથી જાણ કરવામાં આવી હતી.તેમજ લોકોના ટોળા થઈ જતા લોકો સમક્ષ જ્યારે  પેટ્રોલ માપ્યું ત્યારે ૨.૩૨ લીટર થયું.ત્યાર બાદ આમોદ મામલતદાર સાહેબની રૂબરૂમાં ફુલ બોટલ ભરવા છતાં ૨.૩૭ લીટર થયું હતું.તેમજ અરજદાર સાજીદ પટેલે પેટ્રોલ પંપના સીસીટીવી ફુટેજની પણ માંગણી કરી હતી.જ્યારે પેટ્રોલ પંપ સંચાલકે મામલતદારને રૂબરૂ જવાબમાં ખુલાસો આપતા લખાવ્યું હતું કે પેટ્રોલ બાષ્પીભવન થઈ ગયું હશે.

Related Articles

Back to top button