दुनिया

ટ્રમ્પ અને મેલાનિયા ટેબલની નીચેથી સરકીને બહાર નીકળ્યાં | Trump and Melania slip out from under the table



– ‘હોટેલ હીલ્ટન’માં ભોજન સમારંભ સમયે અંધાધૂંધ ગોળીબાર

– વ્હાઇટ હાઉસ કોરસ્પેન્ડન્ટસ એસોસિયેશન દ્વારા યોજાયેલા ભોજન સમારંભમાં વિદેશ મંત્રી માર્કો રૂબિયો, રોબર્ટ કેનેડા (જુ.) અને ડગ બર્ગમ વગેરે ઉપસ્થિત હતા

નવી દિલ્હી, વોશિંગ્ટન : અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હોટેલ હીલ્ટનમાં પત્રકારો સાથેની મુલાકાત વેળા પ્રમુખ ટ્રમ્પ અને તેઓનાં પત્ની મેલાનિયા ઉપર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ ગોળીબાર કરનાર નિશાન ચુકી ગયો અને બંને સહી સલામત બહાર નીકળી ગયા પરંતુ બહાર નીકળતાં પૂર્વે ‘ફર્સ્ટ સીટીઝન ઓફ વર્લ્ડ’ અને ફર્સ્ટ લેડી બંનેને ડાઇનિંગ ટેબલની નીચેથી નમીને બહાર નીકળવું પડયું હતું. જોકે સલામતી રક્ષકોએ તત્કાળ તે હુમલાખોરને જબ્બે કર્યો હતો.

આ ગોળીબારીની ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યો છે. હુમલા પછી પ્રમુખ અને તેઓનાં પત્નીને તુર્ત જ સલામત સ્થળે લઈ જવાયાં હતા.

હોટેલ હીલ્ટન વોશિંગ્ટનમાં ભોજન સમારંભ ચાલતો હતો ત્યાં જ ચારથી છ ધડાકા સંભળાયા હતા તે સમયે ત્યાં ઉપસ્થિત એક ફોટોગ્રાફરે જણાવ્યું હતું. આ ભવ્ય સમારંભમાં ૨૬૦૦ જેટલા મહેમાનો ઉપસ્થિત હતા તે પૈકી ઉપપ્રમુખ ઝેડી વાન્સ અને ઉષા વાન્સ, વિદેશ મંત્રી માર્કો રૂબિયો, રોબર્ટ કેનેડી (જુ.) અને ડગ બર્ગમ વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.

આ ગોળીબારમાં બચી તો ગયા હતા પરંતુ તેઓ ખંડની બહાર નીકળતાં હતા ત્યારે તેઓ ઘણાં જ અસ્વસ્થ જણાતા હતાં. દરમિયાન સલામતી રક્ષકોએ એક એક કરી સૌ કોઈ ઉપસ્થિત મહેમાનોને બહાર કાઢ્યા હતા.

આ ઘટના સમયે ઉપસ્થિત એક વ્યક્તિએ કહ્યું હતું કે તે હુમલા પછી સંદિગ્ધને ઝબ્બે કરવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે સલામતી દળોની કાર્યવાહીની પ્રશંસા કરી હતી.

પ્રમુખે તેઓના સોશ્યલ મીડીયા ‘ટ્રૂથ સોશ્યલ’ ઉપર લખ્યું – ડી.સી.માં આજની સાંજ ઘણી હલચલભરી રહી હતી. સુરક્ષા કર્મીઓએ જે સ્ફૂર્તિ દર્શાવી તે સરાહનીય છે. મેં તો ફરી કાર્યક્રમ ચાલુ રાખવા જણાવ્યું હતું પરંતુ સલામતી રક્ષકોએ મને તેમ કરવાની ના કહી. મેં તેઓની વાત સ્વીકારી હતી.

આ માહિતી મળતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ ટ્રમ્પ અને ઉપપ્રમુખ વાન્સનો તુર્તજ સંપર્ક સાધી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને દીર્ઘાયું ઈચ્છ્યું હતું.

પછીથી જાણવા મળ્યું છે કે ગોળીબાર કરનાર ૩૧ વર્ષનો કોલ એલન હોવાનું જાણવા મળ્યું છે. કેલિફોર્નિયાનાં ટોરેન્સનો તે રહેવાસી છે. પ્રમુખ ટ્રમ્પે પછી સીસીટીવીથી તેનું મુખ જોઈને કહ્યું કે તે ઘણો જ દુષ્ટ માણસ છે તેમ તેના મુખ ઉપરથી જ લાગે છે. તે એક મીકેનિકલ એન્જિનિયર છે તેમ જ કોમ્પ્યુટર વિજ્ઞાાની પણ છે. તેણે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી પણ મેળવી છે.

મુખ્ય પ્રસ્ન હુમલા પાછળનો હેતુનો છે. કોઈએ તે પાછળ ઈરાનનો હાથ હોવાની પણ શંકા પણ દર્શાવી હતી. પરંતુ પ્રમુખ ટ્રમ્પે જ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ તો હુમલાખોરને ઈરાન સાથે કોઈ સંપર્ક હોવાનું જાણવા મળ્યું નથી.



Source link

Related Articles

Back to top button