પેરૂમાં આવેલું દુનિયાનું સૌથી ઊંચું શહેર : જ્યાં સોનું શોધવા અર્ધાભાગના ઓક્સિજન પર લોકો જીવે છે | The world’s highest city in Peru: Where people live on half the oxygen to search for gold

![]()
– ‘લા-રીન્કોન્ડા’ શહેર સમુદ્રતલથી 5000 મીટરથી વધુ ઉંચાઈએ આવેલું છે ત્યાં પાયાની કોઈ પણ સુવિધા પહોંચી શકે તેમ જ નથી
લીમા, નવી દિલ્હી : પેરૂનું ‘લા રીન્કોન્ડા’ દુનિયાનું સૌથી ઊંચું શહેર છે તે સમુદ્ર સપાટીથી ૫૦૦૦ મીટરથી પણ વધુ ઉંચાઈએ આવેલું છે ત્યાં ઓક્સિજન અત્યંત ઓછો છે. પાયાની જરૂરિયાતો પણ નહીંવત છે. પરંતુ એન્ડોઝ પર્વતમાળાના આ વિસ્તારમાં સોનું હોવાની આછી માહિતીના આધારે ઘણા લોકો ત્યાં સોનું શોધવા જાય છે. કેટલીક નાની સોનાની ખાણો પણ છે, ત્યાં પણ લોકો કામ કરે છે.
આ શહેરની ઉંચાઈ સમુદ્રતળથી ૫,૧૦૦ મીટર (૧૬,૭૦૦) ફીટ જેટલી છે. અહીં રહેવું જ ઘણું મુશ્કેલ છે. પરંતુ સેંકડો લોકો વર્ષોથી અહીં જીવન બનાવી રહ્યા છે. આ શહેર બર્ફીલા પર્વતો અને ગ્લેશિયર્સ પાસે વસ્યું છે. અહીં ઉષ્ણાતામાન બારેમાસ શૂન્યથી નીચે જ રહે છે.
આટલી ઊંચાઈએ ઓક્સિજનનું પ્રમાણ અર્ધાથી ઓછું છે. નવા આવનારા લોકોને તો ‘હાઈ-ઓલ્ટિટયુડ સિકનેસ’ લાગે છે તેથી માથામાં દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર આવવા અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. લોકો ધીરે ધીરે તેથી ટેવાઈ જાય છે, છતાં શરીર ઉપર તો અસર થયા વગર રહેતી જ નથી.
પેરૂના આ વિસ્તારમાં ૩૦થી ૫૦ હજાર લોકો વસે છે. મોટાભાગના ગરીબ મજદૂરો છે. તેઓ કામની શોધમાં અહીં આવે છે. પરંતુ સરકાર તરફથી નથી કોઈ પ્લાનિંગ કે નથી કોઈ ઈન્ફ્રાસ્ટ્રકચર રજૂ કરાતું. અહીંનું અર્થતંત્ર ગોલ્ડ માઇનિંગ પર જ આધારિત છે. સોનું મળશે તે આશાએ લોકો દૂર દૂરથી ચાલે છે. આશા રાખે છે કે સોનું મળશે અને અમીર થઈ જઈશું, પરંતુ તેમને કોઈ લાભ મળતો નથી.
અહીં ‘કેચોરિયો’ નામક સીસ્ટીમ ચાલે છે. મજૂર ૩૦ દિવસ કામ કરે પછી એક દિવસ પોતાને માટે કામ કરી ખોદકામ કરી સોનું કાઢી શકે છે તે મળી જાય તો માલામાલ થઈ જવાશે તેમ માની લોકો ઢસરડા કરે છે.
આવી અર્થહીન વ્યવસ્થા ચાલે છે. ત્યાં મૂળભૂત સુવિધાઓની પણ કમી છે.



