અમદાવાદ : ‘મારે તમારી સોસાયટીમાં દારૂનો ધંધો કરવો છે, કોઈ બોલશે તો જાનથી મારી નાખીશ’
અમદાવાદ : એક તરફ રાજ્ય માં દારૂબંધી નો કડક અમલ કરાવવા માટે રાજ્ય ના પોલીસ વડા દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ નો આદેશ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ કેટલાક બૂટલેગરો જાણે કે પોલીસ ના આદેશ ની ઐસી કી તૈસી કરતા હોય તેમ લાગી રહ્યું છે. શહેર પોલીસ રોજ અનેક જગ્યા થી દારૂ નો જથ્થો પકડી પાડે છે. તો વળી વાડજ ના સોરાબજી કમ્પાઉન્ડ માં એક શખ્સ એ સોસાયટી ના રહીશો જો દારૂ નો ધંધો નહિ કરવા દે તો જાન થી મારી નાખવાની ધમકી આપી છે.
સોરાબજી કમ્પાઉન્ડ માં આવેલ હુકડો ફ્લેટ માં રહેતા હરેશગિરિ ગૌસ્વામી એ પોલીસ ફરિયાદ આપી છે કે ઉદ્ધવનગર ના ટેકરા પર રહેતા તરણસિંગ મટટુ નામ નો વ્યક્તિ હાથ માં છરો લઈને બાઈક પર આવી ને અશ્લીલ ગાળો બોલતો હતો.
જેથી ફરિયાદી એ તેને આ હરકત કરવા પાછળ નું કારણ પૂછતાં જ તરણસિંગ ઉશ્કેરાઈ ગયો હતો. અને ધમકી આપી હતી કે તમારી સોસાયટીમાં મારે દારૂનો ધંધો કરવાનો છે કોઈ બોલવું જોઈએ નહીં અને જો કોઈ બોલશે તને જાનથી મારી નાખીશ.જેથી ફરિયાદી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસે હાલમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.