ન અમેરિકા આવ્યું, ન ઇરાન : મંત્રણાની રાહમાં ઠપ્પ થઈ રહ્યું હતું પાકિસ્તાન | Neither America nor Iran came: Pakistan was strolling in the wait for talks

![]()
– પાક. ગૃહમંત્રી નકવીએ અમેરિકી ઉપ-રાજદૂત નાતાલી બેકરને મળ્યા હતા અને યુ.એસ.-ઈરાન મંત્રણાના બીજા દોર માટે ઇસ્લામાબાદમાં ગોઠવાયેલી વ્યવસ્થા જણાવી હતી
નવી દિલ્હી : પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ ગુરૂવારે અમેરિકામાં ઉપ-રાજદૂત નાતાલી બેકરને મળ્યા હતા અને અમેરિકા-ઇરાન મંત્રણાના અહીં યોજાનાર બીજા દોર વિષે ગોઠવાયેલી તમામ વ્યવસ્થા વિષે માહિતી આપી હતી. નાતાલી બેકરે તેઓને ચા-નાસ્તો પણ કરાવ્યો હશે. પાકિસ્તાન સરકારનો તે માટે આભાર માન્યો હશે. પરંતુ જાણતાં જ હશે કે અમેરિકા તરફથી કોઈ આવવાનું નથી. બીજી તરફ આ મંત્રણા યોજાવી, દુનિયાભરમાં આતંકવાદ ફેલાવનાર આ દેશને તેવી પણ મહેચ્છા હતી કે તે વિશ્વ શાંતિદૂત તરીકે ખ્યાતનામ બની જાય.
પ્રશ્ન તે છે કે સીઝફાયર જાહેર કર્યા પછી અમેરિકાએ મંત્રણા ઉપર અચાનક બ્રેક તો મારી જ દીધી ઉપરાંત અચાનક ઇરાનનાં જહાજો માટે દેખો ત્યાં ઠાર કરો નો તો હુકમ પણ ડોનાલ્ડ ટ્રમ્પે તેનાં નૌકાદળ અને વાયુદળને હુકમ આપી દીધો છે.
બીજી તરફ શાંતિ મંત્રણામાં ભાગ લેવા આવનારા વીઆઈપીઓની સલામતી માટે પાકિસ્તાને ગુરૂવારથી જ સબ સલામતી વ્યવસ્થા ગોઠવી દીધી અને ૧૦ હજારથી વધુ સુરક્ષા કર્મીઓને તૈયાર કરી દીધા હતા. મંત્રણા જ્યાં યોજાવાની હતી તે હોટેલ એરીના ઇન્ટરનેશનલમાં પૂરેપૂરી બૂક કરી તેને સંપૂર્ણ રીતે સેનીટાઈઝ્ડ પણ કરાવી દીધી.
રાવલપિંડી પાસેનું નૂરખાન એરબેઝમાં અમેરિકી અને ઇરાની પ્રતિનિધિમંડળ ઉતરવાનું હતું. તેની આસપાસના તમામ વિસ્તાર ઉપર કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. તે એરબેઝ તરફ જતા તમામ માર્ગો પણ બંધ કરાયા હતા. ઇસ્લામાબાદમાં અને રાવલપિંડીમાં પણ તેટલી કડક સલામતી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી કે લોકો તેમ કહેવા લાગ્યા હતા કે અમે જાણે કે પિંજરામાં હોઈએ તેવું લાગે છે. આ પછી પણ બેમાંથી એકે દેશના પ્રતિનિધિઓ ઇસ્લામાબાદ ન પહોંચતાં દુનિયામાં પોતાને શાંતિદૂત તરીકે દેખાડવાના પાકિસ્તાનના ઓરતા મનમાં ને મનમાં જ રહી ગયા.



