શાંતિ મંત્રણા માટે પાકિસ્તાનનું આમંત્રણ, ઇરાને હાજર રહેવાની જ ના પાડી દીધી | Pakistan invites Iran for peace talks Iran refuses to attend

![]()
વોશિંગ્ટન,૨૦ એપ્રિલ,૨૦૨૬,સોમવાર
અમેરિકા અને ઇરાન વચ્ચેના યુધ્ધને ખતમ કરવા માટે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાઇ રહેલી બીજા તબક્કાની બેઠકમાં ભાગ લેવા માટે ઇરાને ના પાડી દીધી છે. ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવકતા ઇસ્માઇલ બગાઇએ જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે ના અવિશ્વાસને જોતા ઇરાનની વાતચીતના વધુ એક તબક્કામાં ભાગ લેવાની કોઇ જ યોજના નથી.
એક પ્રેસ બ્રીફિંગમાં બગાઇએ સ્પષ્ટતા કરી હતી કે તહેરાન અને વોશિંગ્ટન વચ્ચે ચર્ચા થશે કે નહી તેનું કશું જ નકકી નથી. ઇરાને અમેરિકા પર કૂટનીતિ માટે સાચી પ્રતિબધ્ધતા નહી હોવાનો આરોપ મુકયો હતો. અમેરિકાએ સંઘર્ષ વિરામની શરતોનો ભંગ કર્યો છે જેમાં લેબનોન સાથે જોડાયેલા કથિત ઉલંઘન અને નૌ સૈનિક નાકાબંધી થોપવાનો પ્રયાસ શામેલ છે આનાથી બંને દેશો વચ્ચે ભરોસો ઘટયો છે. તાજેતરમાં ઇરાનના વેપારી જહાજ પર અમેરિકાએ હુમલો કરીને સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવો હેઠળ આક્રમક કાર્યવાહી છે.
ઇરાની જનતાના અમેરિકા પરના વિશ્વાસને ખૂબ નુકસાન કર્યુ છે. હોર્મુઝ ખાડીમાં અમેરિકાના કબ્જો હટાવવાની પણ ઇરાને માંગ કરી છે. અમેરિકાના ઇરાદાઓ પર શંકા પેદા કરી છે. ઇરાન વાતચીતના ભવિષ્યને પોતાના રાષ્ટ્રીય હિતો પર નકકી કરવામાં આવશે. બઘાઇએ સ્પષ્ટ કર્યુ હતું કે મુખ્ય મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાનને પણ અમેરિકાના યુધ્ધ વિરામના ઉલંઘન અંગે જાણ કરવામાં આવી છે. અગાઉ ૧૧ એપ્રિલે ૨૧ કલાક જેટલી લાંબી વાતચીત થઇ હતી જે ફળદાયી રહી ન હતી.



