दुनिया

અમેરિકામાં સામૂહિક ગોળીબારમાં આઠ બાળકોના મોત, કેટલાક ઘાયલ | Eight children killed several injured in mass shooting in America



એકથી 14 વર્ષના બાળકો ભોગ બન્યા

એક જ હુમલાખોરે ત્રણ જગ્યાએ ગોળીબાર કર્યો, અંતે પોલીસે ઠાર માર્યો, કેટલાક બાળકો હુમલાખોરના પરિવારના

વોશિંગ્ટન: અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે, લુસિયાનાના સ્ટ્રીવપોર્ટમાં એક કરતા વધુ જગ્યાએ વહેલી સવારે એક શખ્સે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં આઠ બાળકો માર્યા ગયા હતા, જ્યારે મહિલાઓ સહિતકેટલાક લોકો ઘાયલ થયા છે. આ વર્ષે અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓમાં મોટો વધારો થયો છે.  

રવિવારે બનેલી ઘટના અંગે જાણકારી આપતા સ્થાનિક પોલીસ ચીફ વાયન સ્મિથે કહ્યું હતું કે આ ઘટનામાં જે પણ લોકો માર્યા ગયા છે તેમની ઉંમર એકથી ૧૪ વર્ષ આસપાસની છે. ગોળીબાર કરનારો શખ્સ પણ અંતે માર્યો ગયો હતો. એક નહીં પણ ત્રણ સ્થળે ગોળીબાર થયો હતો. જેને કારણે તત્કાલ કાર્યવાહી અને તપાસમાં પણ અડચણ આવી હતી. જે બાળકો માર્યા ગયા છે તેમાંથી કેટલાક હુમલાખોરના પોતાના હોવાની પણ શંકા છે તેથી આ ઘરેલુ વિવાદનો મામલો હોવાની શક્યતા પોલીસે જણાવી હતી. 

અંતે ગોળીબાર કરનાર શખ્સ પણ પોલીસની કાર્યવાહીમાં માર્યો ગયો હતો. ઘટના સાથે સંકળાયેલા વીડિયો, તસવીરો કે કોઇ પણ માહિતી હોય તો તેને પોલીસ સુધી પહોંચાડવા માટે પ્રશાસને લોકોને અપીલ કરી હતી.  વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. બાળકોની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુસુધી સામે નથી આવ્યું, પોલીસ સ્થાનિકોની પૂછપરછ કરી રહી છે. અમેરિકામાં આ વર્ષે ૩૧ માર્ચ સુધીમાં સામૂહિક શૂટિંગની કુલ ૯૮ જેટલી ઘટનાઓ સામે આવી ચુકી છે જેમાં તાજેતરની ઘટનાનો ઉમેરો થતા ૯૯ મામલામાં કુલ ૧૨૩ લોકો માર્યા ગયા છે. જ્યારે ૩૭૯ લોકો ઘાયલ થયા હતા. જાન્યુઆરી મહિનામાં ૩૨ લોકો, ફેબુ્રઆરીમાં ૪૬, માર્ચમાં ૩૭ જ્યારે એપ્રીલ મહિનામાં આઠ માર્યા ગયા છે.   



Source link

Related Articles

Back to top button