दुनिया

VIDEO : અમેરિકાના લુઈસિયાનામાં બેફામ ગોળીબારમાં 8 બાળકોના મોત, હુમલાખોર ઠાર | Louisiana Shooting Tragedy: 8 Children Killed in Horror Mass Firing Incident



Louisiana Mass Shooting : અમેરિકાના ઉત્તર-પશ્ચિમ લુઈસિયાના રાજ્યમાં ખૂબ ભયાનક અને ચોંકાવનારી ઘટના બની છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં આડેધડ ગોળીબાર કરવામાં આવતા એકથી 14 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત થયા છે. આ ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે.

રહેણાંક વિસ્તારમાં અચાનક ગોળીબાર

મીડિયા રિપોર્ટ મુજબ, લુઈસિયાના રહેણાંક વિસ્તારમાં અચાનક આડેધડ ગોળીબાર થયો હતો. ફાયરિંગનો અવાજ સંભળાતા વિસ્તારમાં ભારે અફરા-તફરી મચી હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગ્યા હતા. આ હુમલામાં જે માસૂમોના મોત થયા છે, તેમની ઉંમર ઘણી જ ઓછી હતી. મૃતકોમાં સૌથી નાનો માસૂમ બાળક માત્ર એક વર્ષનો હતો.  

પોલીસે પીછે કરી હુમલાખોરને ઠાર કર્યો

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં આઠ બાળકોના મોત થયા છે. જ્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને શંકાસ્પદ હુમલાખોરને ઠાર કર્યો છે. હુમલાખોરે આડેધડ ફાયરિંગ કરતા 10 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી આઠ બાળકોના મોત થયા છે.

આખા વિસ્તારને ઘેરી લેવાયો

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાને ધ્યાને રાખીને આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. કયાં કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું, તેની વિગતો હજુ સામે આવી નથી. આ ઉપરાંત ફાયરિંગ કરવા પાછળના કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ફાયરિંગ કર્યા બાદ કારમાં ભાગવાનો પ્રયાસ

શ્રેવપોર્ટ પોલીસ વિભાગના ક્રિસ્ટોફર બોર્ડેલો કહ્યું કે, હુમલાખોરો ફાયરિંગ કર્યા બાદ ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે કથિતરીતે વાહન ચોરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે બોસિયર પેરિશના એક વિસ્તારમાં તેનો પીછો કરીને તેને ઠાર કરી દીધો છે. આ ઘટના બાદ અમેરિકામાં ગન કલ્ચરથી ફરી ચિંતા વધી ગઈ છે. 

આ પણ વાંચો : 180 ડ્રોન તોડી પાડ્યા અને US F-35 પર હુમલો કર્યો તે ઈરાની સેનાની ક્ષમતાનો પુરાવો : ઈરાની સ્પીકરનો દાવો

આ પણ વાંચો : ‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વાયરલ



Source link

Related Articles

Back to top button