दुनिया

BIG NEWS: ટ્રમ્પની મોટી જાહેરાત: આવતીકાલે પાકિસ્તાનમાં ઈરાન સાથે અમેરિકન ડેલિગેશનની બીજા રાઉન્ડની બેઠક | us israel war ceasefire trump said us delegation visit islamabad on monday talks iran


US Israel War Ceasefire: ઈરાન અમેરિકા યુદ્ધવિરામની ડેડલાઇન પૂર્ણ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સોમવારે અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચશે, જ્યાં ઈરાન સાથેના દ્વિપક્ષીય સંઘર્ષને સમાપ્ત કરવા માટે બીજા તબક્કાની તકનીકી સ્તરની વાતચીત થશે તેવી જાહેરાત ખુદ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કરી છે. 

ઈરાનની કિલિંગ મશીનનો અંત આવે!

ટ્રમ્પે કહ્યું કે જો તે ડીલ નહીં કરે તો ઈરાન પર હવે વધુ નરમાશ રાખવામાં આવશે નહીં. તેઓ જલદી અને સરળતાથી નમી જશે અને જો તેઓ સમજૂતી નહીં કરે, તો જે કરવું જરૂરી છે તે કરવું મારા માટે સન્માનની વાત હશે, જે છેલ્લા 47 વર્ષોમાં બાકીના રાષ્ટ્ર પ્રમુખોઓએ કરવું જોઈતું હતું. હવે સમય આવી ગયો છે કે ઈરાનની કિલિંગ મશીનનો અંત આવે!

કયા અધિકારીઓ સામેલ થશે તેનો ઉલ્લેખ નહીં

પરંતુ ટ્રમ્પે ટ્રુથ પોસ્ટમાં એ સ્પષ્ટ કર્યું નથી કે અમેરિકા આ સામસામેની વાતચીતમાં કયા અધિકારીઓને મોકલી રહ્યું છે. વ્હાઇટ હાઉસ અને ઉપ રાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સની ઓફિસ (જેમણે પ્રથમ તબક્કાની વાતચીતનું નેતૃત્વ કર્યું હતું)એ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. ટ્રમ્પે ઈરાન પર શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ગોળીબાર કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન અમેરિકા દ્વારા પ્રસ્તાવિત સમજૂતીનો સ્વીકાર નહીં કરે તો અમેરિકા ઈરાનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દેશે. ટ્રમ્પે લખ્યું કે જો તેઓ આવું નહીં કરે, તો અમેરિકા ઈરાનના દરેક પાવર પ્લાન્ટ અને દરેક પુલને નષ્ટ કરી દેશે.

BIG NEWS: ટ્રમ્પની મોટી જાહેરાત: આવતીકાલે પાકિસ્તાનમાં ઈરાન સાથે અમેરિકન ડેલિગેશનની બીજા રાઉન્ડની બેઠક 2 - image

બીજી બાજુ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થતામાં વાતચીત આગળ વધી રહી છે અને અમેરિકા ઈસ્લામાબાદ જવા માટે ઉત્સુક છે. તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરના વખાણ કરતા તેમને ‘શાનદાર’ ગણાવ્યા અને કહ્યું કે તેમની ભૂમિકાને કારણે ઈસ્લામાબાદમાં વાતચીતની શક્યતા વધી ગઈ છે.

હોર્મુઝ સ્ટ્રેટ અને પરમાણુ કાર્યક્રમ હવે મુખ્ય મુદ્દો

બીજી તરફ, ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર પોતાનો પ્રતિબંધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી અમેરિકા તેની નાકાબંધી હટાવતું નથી. મધ્યસ્થી દેશો યુદ્ધવિરામને લંબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બંને પક્ષોની નાકાબંધીને કારણે પાકિસ્તાનની આગેવાની હેઠળના મધ્યસ્થતાના પ્રયાસો જટિલ બન્યા છે. ઈરાની સંસદના અધ્યક્ષ અને મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બગેર ગાલિબાફે સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે જ્યારે આપણે હોર્મુઝમાંથી પસાર થઈ શકતા નથી, ત્યારે બીજાઓ માટે તેને પસાર કરવું અશક્ય છે. તેમણે અમેરિકન નાકાબંધીની ટીકા કરતા તેને અજ્ઞાનતામાં લેવાયેલો સમજણ વગરનો નિર્ણય ગણાવ્યો હતો. ગાલિબાફે કહ્યું કે ઊંડા અવિશ્વાસ છતાં ઈરાન શાંતિની શોધમાં છે, પરંતુ કૂટનીતિમાં પાછળ હટવાનો કોઈ પ્રશ્ન નથી. ઈરાને શુક્રવારે ઈઝરાયલ-લેબનોન યુદ્ધવિરામ બાદ દરિયાઈ માર્ગ ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી, પરંતુ ટ્રમ્પના અમેરિકન નાકાબંધી ચાલુ રાખવાના નિવેદન બાદ ઈરાને પોતાનો પ્રતિબંધ જાળવી રાખ્યો છે.

બે અમેરિકન કાર્ગો પ્લેન રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ઉતર્યા

બીજી તરફ રિપોર્ટ અનુસાર, બે અમેરિકન કાર્ગો પ્લેન રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ઉતર્યા છે. જેનાથી સંકેત મળી રહ્યો છે કે મોટું અમેરિકન પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચવાનું છે. કારણ કે આવા વિમાનોમાં VVIPના આગમન પહેલા જરૂરી સામાન લાવવામાં આવે છે. અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ પણ 12 એપ્રિલે શાંતિ મંત્રણા માટે નૂર ખાન એરબેઝ પર ઉતર્યા હતા. હાલમાં ઈસ્લામાબાદ પોલીસે ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કર્યા છે. વિદેશી ડેલિગેશનના આગમનને કારણે રેડ ઝોન અને એક્સટેન્ડેડ રેડ ઝોનને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. લોકોને અન્ય માર્ગોનો ઉપયોગ કરવા અને સુરક્ષામાં સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું છે.

મોટી હોટલોએ બુકિંગ બંધ કર્યું

ઈસ્લામાબાદની મોટી હોટલોએ કોઈ પણ બુકિંગ લેવાની ના પાડી દીધી છે. લક્ઝરી મોવેનપિક હોટલમાં આ અઠવાડિયા માટે કોઈ રૂમ ખાલી નથી. અગાઉની વાતચીત દરમિયાન આ હોટેલ મીડિયાના લોકોથી ભરાયેલી હતી. સાથે જ સેરેના હોટલ હવે નવું બુકિંગ લઈ રહી નથી. સેરેનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત થઈ હતી. એટલું જ નહીં, સેરેના અને મેરિયટ હોટલમાં રોકાયેલા મહેમાનોને પણ રવિવાર રાતથી અન્ય સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આ હોટલોને કોઈ ખાસ કામ માટે ખાલી કરાવવામાં આવી રહી છે.



Source link

Related Articles

Back to top button