राष्ट्रीय

અમરાવતી સ્કેન્ડલ! ‘કોની વધુ ગર્લફ્રેન્ડ’ તેની હોડમાં મિત્રોએ સગીરાઓની જિંદગી બરબાદ કરી, 4ની ધરપકડ | amravati scandal inside story kamal residency flat case updates



Amravati Scandal News: મહારાષ્ટ્રના શાંત ગણાતા અમરાવતી શહેરમાં અત્યારે એક ભયાનક સન્નાટો છે. આ સન્નાટો કોઈ કુદરતી આફતનો નથી, પરંતુ એક એવા વાયરલ વીડિયોના વાવાઝોડાનો છે જેણે શહેરના અનેક પ્રતિષ્ઠિત પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે. શહેરના કટોરા નાકા વિસ્તારમાં આવેલું કમલ રેસીડન્સી એપાર્ટમેન્ટ આજે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં જે ખેલ ખેલાયો, તેણે અમરાવતી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

કમલ રેસીડન્સીમાં શંકાસ્પદ હિલચાલ અને પાડોશીઓની ફરિયાદ

કમલ રેસીડન્સી એક સામાન્ય રહેણાંક એપાર્ટમેન્ટ છે. અહીં મધ્યમવર્ગીય પરિવારો રહે છે. પરંતુ ત્રીજા માળના એક ફ્લેટે છેલ્લા કેટલાક સમયથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફ્લેટના પાડોશમાં રહેતા શ્રીકાંત મક્કેશ્વર જણાવે છે કે, આ ફ્લેટમાં કોઈ પરિવાર રહેતો નહોતો. અહીં માત્ર યુવક-યુવતીઓની અવરજવર રહેતી હતી.

ચોંકાવનારી વાત એ હતી કે અહીં આવતી મોટાભાગની યુવતીઓ કાં તો બુર્કામાં હોતી અથવા તો દુપટ્ટાથી પોતાનો ચહેરો છુપાવીને આવતી હતી. સોસાયટીના રહીશોએ ફ્લેટના માલિકને અનેકવાર ફરિયાદ કરી હતી કે અહીંનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. પરંતુ, માલિક અન્યત્ર રહેતા હોવાથી કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નહીં. આજે એ જ ફ્લેટ પર પોલીસનું તાળું છે, કારણ કે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મોટાભાગના વાંધાજનક વીડિયો આ જ ફ્લેટમાં શૂટ કરવામાં આવ્યા હતા.

સ્કેન્ડલનો ખુલાસો બે મિત્રોનો ‘ગંદો ખેલ’

આ કેસની સૌથી ચોંકાવનારી કડી બે પાકા મિત્રો અને તેમની વચ્ચેની હરીફાઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી અયાન અહેમદ અને તેનો મિત્ર ઉઝૈર ખાન વચ્ચે એક વિચિત્ર સ્પર્ધા ચાલતી હતી. આ સ્પર્ધા હતી “કોની પાસે કેટલી વધારે ગર્લફ્રેન્ડ છે?”

પોતાની મર્દાનગી અને લોકપ્રિયતા સાબિત કરવા માટે આ યુવકો પોતાની ગર્લફ્રેન્ડ્સ સાથેના અંગત પળોના વીડિયો ઉતારતા હતા. અયાનના આવા અંદાજે ૮ વીડિયો તેના જ મિત્ર ઉઝૈર પાસે હતા. બંને વચ્ચે મિત્રતા ગાઢ હતી, પણ તિરાડ ત્યારે પડી જ્યારે ઉઝૈરે અયાન પાસે કેટલાક પૈસા માંગ્યા. અયાને પૈસા આપવાની ના પાડી દીધી. બસ, આ જ ઈનકારનો બદલો લેવા ઉઝૈરે અયાનના એ અંગત વીડિયો ટેલિગ્રામ ગ્રુપમાં વાયરલ કરી દીધા. બે જ દિવસમાં આ વીડિયો આખા અમરાવતીમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને સ્કેન્ડલનો પર્દાફાશ થયો.

પોલીસ કાર્યવાહી અને SITની રચના

આ કેસની ગંભીરતાને જોતા અમરાવતી ગ્રામીણ પોલીસે એક IPS ઓફિસરના નેતૃત્વમાં Special Investigative Team (SIT) ની રચના કરી છે. આ ટીમમાં 40 પોલીસકર્મીઓ છે, જેમાં બે મહિલા સ્ટાફનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. સાયબર એક્સપર્ટ્સ આ ઉપકરણોની તપાસ કરી રહ્યા છે. જેથી ખબર પડી શકે કે આ રેકેટ કેટલું મોટું છે અને તેમાં અન્ય કેટલા લોકો સામેલ છે.

આ પણ વાંચો :ઉધના રેલવે સ્ટેશન પર ભાગદોડ: 24 કલાકની કતારથી કંટાળી બાઉન્ડ્રી કૂદ્યા લોકો, પોલીસનો લાઠીચાર્જ

અયાન અહેમદ (મુખ્ય આરોપી)

ઉઝૈર ખાન (વીડિયો વાયરલ કરનાર)

મોહમ્મદ સાદ

તબરેઝ ખાન

પીડિતોનું મૌન અને પોલીસની અપીલ

આ કેસમાં પોલીસ સામે સૌથી મોટો પડકાર એ છે કે, અત્યાર સુધી એક પણ પીડિતા કે તેમનો પરિવાર ફરિયાદ નોંધાવવા સામે આવ્યો નથી. સમાજમાં બદનામી અને રૂઢિચુસ્ત વાતાવરણના ડરથી પરિવારો મૌન સેવી રહ્યા છે. અમરાવતી ગ્રામીણ પોલીસે સત્તાવાર નિવેદન બહાર પાડીને ખાતરી આપી છે કે, પીડિત યુવતીઓની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. તેમનું નિવેદન સીલબંધ કવરમાં મહિલા અધિકારીઓ સમક્ષ જ લેવામાં આવશે.

કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવશે.

જોકે, ચાર દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ આગળ આવ્યું નથી. સરકારી વકીલોનું કહેવું છે કે, જો પીડિતા સામે ન આવે તો પણ ડિજિટલ પુરાવા અને સંજોગોવશાત પુરાવાઓના આધારે કેસ લડી શકાય છે, પરંતુ પીડિતાનું નિવેદન આરોપીઓને કડક સજા અપાવવા માટે અત્યંત જરૂરી છે.

શું આ બ્લેકમેલિંગનું રેકેટ હતું?

શરૂઆતની તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે આ રેકેટ પ્રોફેશનલ હની-ટ્રેપ કે બ્લેકમેલિંગ માટે ચાલતું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના સંબંધો અને વિશ્વાસઘાતનો વધુ લાગે છે. આરોપીઓ વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર નાખવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા કે નહીં તેની તપાસ હજુ ચાલુ છે. જોકે, જે રીતે ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો અને જે રીતે યુવતીઓ ત્યાં આવતી હતી, તે જોતા આ એક સુનિયોજિત નેટવર્ક હોવાની પૂરેપૂરી આશંકા છે.

ટેકનોલોજીનો દુરુપયોગ અને સામાજિક ચેતવણી

પરતવાડા સ્કેન્ડલ એ આજના યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. પ્રેમ અને સંબંધોના નામે ઉતારવામાં આવેલા વીડિયો કેવી રીતે હથિયાર બની શકે છે, તે આ કિસ્સામાં સ્પષ્ટ દેખાય છે.  ડાર્ક વેબ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર આવી સામગ્રી ઝડપથી ફેલાય છે, જેને રોકવી પોલીસ માટે પણ મુશ્કેલ બને છે. એકવાર ઈન્ટરનેટ પર ગયેલી સામગ્રી કાયમ માટે રહી જાય છે, જે પીડિતો માટે આજીવન માનસિક ત્રાસ બની રહે છે.

પોલીસની કડક કાર્યવાહી

અમરાવતી પોલીસ હાલમાં એ 6 પીડિત યુવતીઓની ઓળખ કરી ચૂકી છે. જેમના વીડિયો વાયરલ થયા છે. હવે જોવાનું એ રહેશે કે શું પોલીસ આ પરિવારોનો ભરોસો જીતી શકશે? શું આ યુવતીઓ ગુનેગારોને સજા અપાવવા માટે હિંમત દાખવશે? આ સ્કેન્ડલ માત્ર અમરાવતીનું નથી, પરંતુ સોશિયલ મીડિયાના યુગમાં જીવતા દરેક એવા વ્યક્તિ માટે ચેતવણી છે જે અંધવિશ્વાસમાં આવીને પોતાની પ્રાઈવસી જોખમમાં મૂકે છે.



Source link

Related Articles

Back to top button