કેનેડામાંથી ખાલિસ્તાનીઓની હકાલપટ્ટીની શક્યતા


– વિઝા સિસ્ટમમાં પરિવર્તનથી મોટાપાયે ડિપોર્ટેશનની તૈયારી શરૂ
– 30,000થી વધુ ઇમિગ્રન્ટ્સને સરકારે પ્રોસિજરલ ફેરનેસ લેટર મોકલ્યા, તાત્કાલિક પુરાવા આપવા તાકીદ કરાઈ
– કેનેડામાં આવ્યાના એક વર્ષમાં આશ્રય માટે અરજી નહીં કરી હોય તેમના કેસ આઇઆરબીને મોકલાશે નહીં
ઓટ્ટાવા : કેનેડામાં નવા કાયદા બિલ સી-૧૨નો અમલ શરૂ થવા સાથે હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાં બન્યા છે. ઇમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા-આઇઆરસીસી-દ્વારા ૩૦,૦૦૦ ઇમિગ્રન્ટ્સ અરજદારોને પ્રોસિજરલ ફેરનેસ લેટર્સ મોકલી જણાવવામાં આવ્યું છે કે તેમણે કરેલાં દાવા નિશ્ચિત માપદંડો અનુસાર ન હોઇ તેમણે નિશ્ચિત સમયમર્યાદામાં વધુ માહિતી અને પુરાવા આપવાની તક આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ડિપોર્ટેશન ઓર્ડર નથી પણ ઘણાં કિસ્સાઓમાં ચેતવણી આપવામાં આવી છે કે જે અરજદારો અયોગ્ય જણાશે તેમને વહેલી તકે કેનેડા છોડવાની ફરજ પાડવામાં આવશે અથવા તેમની સામે ડિપોર્ટેશનની કાર્યવાહી થઇ શકે છે.



