दुनिया

એઆઈ આર્કિટેક્ચરના 80 ટકા કામોને ઓટોમેટ કરશે : એન્થ્રોપિક | AI will automate 80 percent of architecture work: Anthropic



– ક્લોડ એઆઈ બનાવનારી કંપનીનો દાવો 

– ડિઝાઈનના વિકલ્પો બનાવવા, ડેટા એનાલિસિસ, ડ્રાફ્ટિંગ અને શરૂઆતના પ્લાનિંગમાં એઆઈ નિપુણ

– એઆઈ ટૂલ્સ ઝડપથી લેઆઉટ તૈયાર કરી શકે છે : જાણીતી ફર્મ્સમાં એન્ટ્રી લેવલની નોકરીઓ ઓછી થઈ 

કેલિફોર્નિયા : ક્લોડ એઆઈ બનાવનાર કંપની એન્થ્રોપિકે એક ગ્રાફ બહાર પાડયો છે. જેમાં, કહેવામાં આવ્યું છે કે, આર્કિટેક્ચર એક એવો વ્યવસાય છે જેના પર એઆઈની સૌથી વધુ અસર પડી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, એઆઈ આર્કિટેક્ચરનું ૮૦ ટકા કામ ઓટોમેટ કરી શકે છે. 

આર્કિટેક્ચરના ઘણા રુટિન અને સમય લેતા કામ એઆઈ કરી શકે છે. જેમ કે ડ્રાફ્ટિંગ, ડિઝાઇનના વિકલ્પો બનાવવા, ડેટા એનાલિસિસ અને શરૂઆતના પ્લાનિંગ જેવા કામ એઆઈ ઝડપથી કરી શકે છે. હાલમાં એઆઈ ટૂલ્સ ડિઝાઇનના પ્રારંભિક સ્ટેજમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. તે એક સાથે ઘણા લેઆઉટ તૈયાર કરી શકે છે. આ સાથે જ એઆઈ પર્યાવરણ સંબંધિત માહિતીનું વિશ્લેષણ પણ ઝડપથી કરી શકે છે. જાણકારોના મતે ૮૦ ટકાના આંકડાનો મતલબ એ નહીં કે, એઆઈ આર્કિટેક્ચરના દરેક કામ કરી દેશે. એઆઈને કારણે ઘણી જાણીતી કંપનીઓના  સોફ્ટવેરનો ઉપયોગ ઘટશે. વિગતવાર ડિઝાઈન, નિયમોનું પાલન, ડેટામાં રહેલી ખામીઓ ઓળખવાની, લાંબા ગાળાની અસરોનું મૂલ્યાંકન, કન્સ્ટ્રક્શન ડોક્યુમેન્ટ્સ અને સાઇટ મેનેજમેન્ટ હજુ પણ માનવીય નિષ્ણાતો પર આધાર રાખે છે.

આંકડા મુજબ, એઆઈને કારણે આર્કિટેક્ચરમાં છટણી નથી થઈ પરંતુ, એન્ટ્રી લેવલની (૨૨થી ૨૬ વર્ષના યુવાનો)નોકરીઓ ઓછી થઈ રહી છે. જાણીતા આર્કિટેક્ટસને ચિંતા છે કે, જો યુવાનો એઆઈનો વધુ ઉપયોગ કરશે તો તેઓ એક્સપર્ટ આર્કિટેક્ટ ક્યારેય નહીં બની શકે. 



Source link

Related Articles

Back to top button