ધુરંધર 2ની ગતિ ધીમી પડી, અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’ને દર્શકોએ વખાણી, જબરદસ્ત કલેક્શન | horror comedy film bhoot bangla review in know about akshay kumar priyadarshan movie

![]()
Bhoot Bangla Review: રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવેન્જ’ સામે કોઈપણ ફિલ્મનું ટકી શકવું મુશ્કેલ લાગતું હતું. પરંતુ અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’ દર્શક પાસેથી જબરદસ્ત પ્રશંસા મેળવી રહી છે. ગઇકાલે શુક્રવારે એટલે કે 17 એપ્રિલે ફિલ્મ રિલીઝ થઈ હતી. પ્રથમ દિવસે 12.25 કરોડ સાથે ઓપનિંગ કર્યું છે. બીજા દિવસે 16.67 કરોડ સાથે પેઈડ પ્રીવ્યૂનું 3.75 કરોડનું કલેક્શન ભેગું કરીને ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 32.67 કરોડ કમાઈ લીધા છે. ટ્રેન્ડ એનાલિસ્ટે ફિલ્મના કલેક્શનનું કંઈક આટલું જ અનુમાન લગાવ્યું હતું. હવે ‘વર્ડ ઓફ માઉથ’ના ભરોસે આ ફિલ્મ વીકેન્ડ પર સારું કલેક્શન કરી શકે છે.
16.67 કરોડની કમાણી
આજે પ્રથમ શનિવાર છે અને મજેદાર કોમેડી ફિલ્મો પસંદ કરનારાઓ માટે ‘ભૂત બંગલા’ એક સારો વિકલ્પ છે. રાત્રે 11 વાગ્યા સુધીમાં અક્ષય કુમારની ફિલ્મ ઓડિયન્સને પસંદ આવી રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મે 16.67 કરોડની કમાણી કરી લીધી છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ
અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’માં તબુ, રાજપાલ યાદવ, વામિકા ગબ્બી, પરેશ રાવલ અને મિથિલા પાલકર જેવા કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મની વાર્તા ભૂતિયા બંગલાની આસપાસ વણાયેલી છે જેમાં ઘણા મજેદાર ટ્વિસ્ટ છે. ફિલ્મ સસ્પેન્સની સાથે હસાવે પણ છે. અક્ષય કુમાર અને રાજપાલ યાદવની ડાયલોગ ડિલિવરીના ભરપેટ વખાણ થઈ રહ્યા છે.
અક્ષય કુમારની ફિલ્મોનું બજેટ
અક્ષય કુમારની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. જોલી LLB 3, કેસરી 2, સ્કાય ફોર્સ, સરફિરા જેવી ફિલ્મો અપેક્ષા મુજબ કમાણી કરી ન હતી. તેવામાં ‘ભૂત બંગલા’ના કલેક્શન પાસેથી ઘણી આશાઓ છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું બજેટ 120 થી 130 કરોડ છે. પ્રિયદર્શને ડાયરેક્શન કર્યું છે જેમણે આ પહેલા અક્ષય કુમાર સાથે ગરમ મસાલા, હેરા ફેરી, ભૂલ ભુલૈયા, દે દના દન જેવી ફિલ્મો બનાવી છે. ‘ભૂત બંગલા’ પછી આ જોડી ‘હૈવાન’ નામની ફિલ્મ પર કામ કરી રહી છે જે મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ દેખાશે.
કેવી છે કહાની?
આ એક રહસ્યમય વાર્તા છે, જે વધાસુર અને એક એવા ગામ પર આધારિત છે જે લાંબા સમયથી તેના ડરના છાયામાં જીવી રહ્યું છે. આ હોરર સ્ટોરી પાછળ એક ખૂબ જ રસપ્રદ ‘બેકસ્ટોરી’ છે, જે જેમ જેમ વાર્તા આગળ વધે તેમ તેમ ધીરે-ધીરે બહાર આવે છે. ત્યારબાદ વાર્તા વધુ ગહન અને ભાવનાત્મક વળાંક લે છે. આ વાર્તાની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં ભૂત અને પાત્રો વચ્ચે એક અસામાન્ય સંબંધ જોવા મળે છે, જે તેને સામાન્ય હોરર વાર્તાઓ કરતા અલગ પાડે છે.



