मनोरंजन

શૂટિંગ પૂરું થયું પણ આજ સુધી રિલીઝ નથી થઈ આ ફિલ્મો, લિસ્ટમાં અમિતાભથી લઈને અનુષ્કા સુધીના નામ! | Big Bollywood Movies That Finished Shooting but Never Released



Movies Shooting Finished But Never Released: ફિલ્મો બનાવવામાં ઘણી મહેનત લાગતી હોય છે. ફિલ્મના નિર્માણમાં સ્ટાર્સ અને દિગ્દર્શકોથી લઈને સમગ્ર ક્રૂ સુધી દરેકની મહેનત સામેલ હોય છે. આજે અમે તમને એવી ફિલ્મો વિશે જણાવીશું જેનું શૂટિંગ ઘણા વર્ષો પહેલા થયું હતું પરંતુ હજુ સુધી રિલીઝ થઈ નથી. આ ફિલ્મની લિસ્ટમાં અમિતાભ બચ્ચનથઈ લઈને અનુષ્કા સુધીના નામનો સમાવેશ થાય છે.

‘ચકદા એક્સપ્રેસ’

અનુષ્કા શર્માની ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’નું શૂટિંગ વર્ષ 2022માં પૂર્ણ થયુ હતુ. આ ફિલ્મમાં અનુષ્કાએ ઝુલન ગોસ્વામીનો રોલ કર્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જો કે, હજુ સુધી તેની રિલીઝ અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. અનુષ્કા આ ફિલ્મ દ્વારા કમબેક કરવા માટે તૈયાર હતી.

‘ધ બેટલ ઑફ ભીમા કોરેગાંવ’

‘ધ બેટલ ઑફ ભીમા કોરેગાંવ’ સિદ્ધનક મહારની સ્ટોરી છે, જેમણે 1818માં સેનાની મદદથી પેશ્વાને હરાવ્યા હતા. ફિલ્મમાં અર્જુન રામપાલ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાં સની લિયોન, ગોવિંદ નામદેવ, મિલિંદ ગુણાજી, અભિમન્યુ સિંહ અને કૃષ્ણ અભિષેક જોવા મળશે. 

‘સના’

વર્ષ 2022માં રાધિકા મદાને ફિલ્મ ‘સના’નું શૂટિંગ કર્યું હતુ. આ ફિલ્મનું પ્રીમિયર અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, પરંતુ તે આજ સુધી રિલીઝ થઈ નથી.

‘સેક્શન 84’

અમિતાભ બચ્ચન, અભિષેક બેનર્જી અને ડાયના અભિનીત ‘સેક્શન 84’નું શૂટિંગ વર્ષ 2023માં પૂર્ણ થયું હતુ. જો કે, હાલમાં તેની રિલીઝ અંગે કોઈ અપડેટ્સ નથી.

આ પણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખરને મોટો ઝટકો, જેકલીન ફર્નાન્ડીઝ બનશે સરકારી સાક્ષી!

‘શ્લોક ધ દેશી શેરલૉક’

‘શ્લોક ધ દેશી શેરલૉક’ એ બોબી દેઓલની ફિલ્મ છે. આ એક સ્પાઈ થ્રિલર ફિલ્મ છે, જેને કુણાલ કોહલીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મથી અનન્યા બિરલાએ પોતાની શરૂઆત કરી હતી, છતાં આ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ નથી. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2022માં પૂર્ણ થયું હતુ અને આજ સુધી તે રિલીઝ થઈ નથી.

‘શૂબાઇટ’

અમિતાભ બચ્ચનની વધુ એક ફિલ્મ ‘શૂબાઇટ’ને શૂજિત સિરકારે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ પૂર્ણ થઈ છે, છતાં હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી.



Source link

Related Articles

Back to top button