मनोरंजन

રણબીર-આલિયાની લવ એન્ડ વોર આખરે આવતાં વર્ષ પર ઠેલાઈ | Ranbir Alia Love and War finally pushed to next year



– આગામી જાન્યુ.માં રીલિઝની સત્તાવાર જાહેરાત    

– મૂળ ગત ડિસે.માં રીલિઝ થવાની હતી, સંજય લીલા ભણશાળીએ બેહદ ધીમું શૂટિંગ  કર્યું

મુંબઇ : રણબીર, આલિયા તથા વિક્કી કૌશલની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ હવે આગામી વર્ષે જાન્યુઆરીમાં રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મ મૂળ પ્લાન પ્રમાણે ગત વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થઈ જવાની હતી. પરંતુ, તેનું શૂટિંગ બહુ ધીમી ગતિએ ચાલ્યું હતું. 

તે પછી ફિલ્મ આ વર્ષે એપ્રિલમાં અને બાદમાં આગામી ઓગસ્ટમાં રીલિઝ થશે તેવી ચર્ચા થઈ હતી. એક તબક્કે આગામી નાતાલની તારીખ પણ ચર્ચામાં આવી હતી. આખરે આજે સંજય લીલા ભણશાળી પ્રોડક્શન્સ તરફથી ફિલ્મની રીલિઝ ડેટ આગામી ૨૧ જાન્યુઆરી હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. 

સંજય લીલા ભણશાળીએ ફિલ્મનું શૂૂટિંગ બેહદ ધીમી ગતિએ કરતાં રણબીર આલિયા તથા વિક્કી કૌશલની મહત્વની તારીખો  વેડફાઈ હતી. બાદમાં રણબીરે પોતાની તારીખો અન્ય ફિલ્મને ફાળવી દીધી હતી. બીજી તરફ સંજય લીલા ભણશાળીની તબિયત  અસ્વસ્થ થતાં તેની પણ શૂટિંગ શિડયૂલ પર અસર પડી હોવાનું કહેવાય છે. 



Source link

Related Articles

Back to top button