ઈઝરાયલ પાકિસ્તાનમાં તબાહી મચાવશે? હાફીઝ સઈદ અને હમાસ વચ્ચેના લિંકનું ડોઝિયર ભારતને સોંપ્યું | israel shares secret dossier with india hamas lashkar e taiba connection pakistan terror news

![]()
Israel India Intelligence Dossier: ભારત અને ઇઝરાયલની દોસ્તી હવે પાકિસ્તાન માટે કાળ સાબિત થઈ શકે છે. ઇઝરાયલે ભારત સામે એક એવો ગુપ્ત દસ્તાવેજ રજૂ કર્યો છે, જેનાથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સાર દ્વારા સોંપવામાં આવેલી આ ખાનગી માહિતીમાં દાવો કરાયો છે કે, ગાઝામાં લડતું હમાસ વાસ્તવમાં પાકિસ્તાનના હાફિઝ સઈદના સંગઠન લશ્કર-એ-તૈયબા પાસેથી ટ્રેનિંગ અને ફંડિંગ મેળવી રહ્યું છે.
હમાસ અને લશ્કરનું ખૂની કનેક્શન
ઇઝરાયલના દાવા મુજબ, જેને દુનિયા માત્ર ગાઝાના લડવૈયા સમજી રહી છે, તેના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા છે. ઇઝરાયલી વિદેશ મંત્રીએ ભારતીય નેતાઓ સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું કે, હમાસ અને લશ્કર-એ-તૈયબા એક જ સિક્કાની બીજી બાજુ છે. આ બંને સંગઠનો મળીને ગ્લોબલ ટેરર નેટવર્ક ચલાવી રહ્યા છે. જે ભારત અને ઇઝરાયલ બંને માટે સમાન ખતરો છે.
ભારત પાસે મોટી માંગ, હમાસને આતંકી સંગઠન જાહેર કરો
ઇઝરાયલે ભારત સરકારને સત્તાવાર રીતે અપીલ કરી છે કે, તેઓ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે. ઇઝરાયલનું કહેવું છે કે, લશ્કર-એ-તૈયબા જેવી જ વિચારધારા હમાસ ધરાવે છે. હમાસના લડવૈયાઓને પાકિસ્તાની ધરતી પર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. પાકિસ્તાનમાંથી મળતું ફંડ ઇઝરાયલમાં તબાહી મચાવવા માટે વપરાય છે.
આ પણ વાંચો: 45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા
શું પાકિસ્તાનમાં થશે ઇઝરાયલી એક્શન?
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે, ઇઝરાયલનો આ દાવ પાકિસ્તાન વિરુદ્ધ મોટા સૈન્ય ઓપરેશનની પૂર્વભૂમિકા હોઈ શકે છે. જો આ સાબિત થઈ જાય કે હમાસને પાકિસ્તાન મદદ કરી રહ્યું છે, તો ઇઝરાયલની જાસૂસી સંસ્થા ‘મોસાદ’ અને તેની વાયુસેના પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવતા ખચકાશે નહીં.
પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ઘેરાબંધી
જો ભારત આ પુરાવાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરે, તો પાકિસ્તાન માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) જેવી સંસ્થાઓ સામે બચવું અશક્ય બની જશે. ભારત માટે પણ આ એક મોટી તક છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને ફરી એકવાર આતંકવાદની જનની સાબિત કરી શકે.



