दुनिया

પાકિસ્તાનમાં હા..હા..કાર મચી ગયો છે : 14-14 કલાક સુધી વીજળી ડૂલ થાય છે | Yes yes there is a car in Pakistan: Electricity goes out for 14 hours



– પાકિસ્તાનમાં ગ્રહણ ટાણે જ સાપ નીકળ્યો

– મધ્ય પૂર્વ યુદ્ધને લીધે લિક્વીફાઇડ નેચરલ ગેસ (એલએનજી) મળતો બંધ થઇ ગયો, કે પૂરવઠો ઘટી ગયો તેથી દેશ ઉપર વીજ સંકટ આવી પડયું

ઇસ્લામાબાદ : મધ્યપૂર્વ યુદ્ધને લીધે કટારમાંથી મળતો એલએનજી બંધ થઇ જતાં કે તદ્દન ઓછો થઇ જતાં પાકિસ્તાન ઉપર વીજ સંકટ આવી પડયું છે. દેશમાં ૧૪-૧૪ કલાક સુધી વીજળી ડૂલ થઇ જાય છે. તેવામાં ‘મોટાભા’ થવા માગતા પાકિસ્તાને ઇરાન-અમેરિકા વચ્ચે મંત્રણા યોજવાનું બીડું ઝડપ્યું છે. તેનો એક રાઉન્ડ તો પૂરો થઇ ગયો છે.હવે બીજો રાઉન્ડ પણ અહીં શરૂ થવાનો છે. તેવે સમયે જ આ વીજ સંકટ આવી પડયું છે. તેથી પાકિસ્તાન માટે તો આ પરિસ્થિતિ ગ્રહણ ટાણે સાપ નીકળ્યા જેવી થઇ ગઈ છે.

પાકિસ્તાનનાં ઊર્જા મંત્રાલયે બુધવારે સાંજે જણાવ્યું હતું કે જ્યારે દેશમાં વીજળીની માગણી ચરમ સીમાએ પહોંચી છે ત્યારે જ તેમાં ૪,૫૦૦ મેગાવોટ જેટલી વીજ ખેંચ પડી છે. જે દેશની કુલ જરૂરીયાતોના ૨૫ ટકા જેટલી છે.

મંત્રાલયે ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં સાંજના બે કલાક સુધી લોડ શેડિંગ (વીજળી કાપ) શરૂ થઇ ગયો છે.

બીજી તકલીફ તે પણ છે કે ઉનાળાને લીધે મોટી નદીઓમાં જળસ્તર ઘટી જતાં જળ વિદ્યુત ઉત્પાદનમાં પણ ખોટ આવી છે.

ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આસિફ ઇકરામ શેખે કહ્યું હતું કે ઉદ્યોગોમાં આશરે આઠ કલાકનું લોડ શેડીંગ કરવામાં આવતાં કારખાનામાં ઉત્પાદન ઉપર સીધી અસર થાય છે. પરિણામે નિકાસ ઉપર પણ અસર થાય છે. આ વીજ સંકટનો પાર ક્યારે આવશે તે કહી શકાય તેમ નથી.



Source link

Related Articles

Back to top button