दुनिया

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની ‘સાયલન્ટ પ્રેશર’ની નીતિ, ટ્રમ્પે કહ્યું,-‘યુદ્ધ ખતમ થવાની ખૂબ નજીક’ | america iran war ceasefire hormuz strait ship crossing donald trump war over



US Iran War Ceasefire: અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર લાગુ કરવામાં આવેલા નૌસેનિક નાકાબંધીની અસર પહેલા જ દિવસે જોવા મળી રહી છે. રિપોર્ટ્સ મુજબ, બ્લોકેડ(નાકાબંધી)ના પહેલા દિવસે ઈરાનના કોઈપણ બંદર પરથી કોઈ જહાજ બહાર નીકળ્યું નથી. એટલું જ નહીં, લગભગ છ વેપારી જહાજો અમેરિકન ચેતવણી બાદ રસ્તામાંથી જ પાછા ફરી ગયા હતા. દાવો છે કે છેલ્લા 24 કલાકમાં સ્ટ્રેટમાંથી 20થી વધુ જહાજો પસાર થયા છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ‘યુદ્ધ ખતમ થવાની નજીક’ છે.

અમેરિકાની ‘સાયલન્ટ પ્રેશર’ની નીતિ

રસપ્રદ વાત એ રહી કે આ દરમિયાન એક પણ ગોળી ચાલી નથી અને કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની જરૂર પડી નથી. એટલે કે અથડામણ વગર જ અમેરિકાએ પોતાની વ્યૂહનીતિની અસર બતાવી દીધી છે. નિષ્ણાતો તેને ‘સાયલન્ટ પ્રેશર’ની નીતિ ગણાવી રહ્યા છે, જ્યાં તાકાતનો ઉપયોગ કર્યા વિના જ વિરોધીને પીછેહઠ કરવા મજબૂર કરવામાં આવે છે.

20થી વધુ કોમર્શિયલ જહાજો પસાર થયા

જો કે બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતો આંતરરાષ્ટ્રીય ટ્રાફિક સામાન્ય રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 20થી વધુ કોમર્શિયલ જહાજો કોઈપણ અવરોધ વગર આ રસ્તા પરથી પસાર થયા હતા. તેનાથી સ્પષ્ટ છે કે અમેરિકાની નાકાબંધી અત્યારે માત્ર ઈરાન સાથે જોડાયેલા જહાજોને ટાર્ગેટ કરી રહી છે, જ્યારે બાકીના દેશો માટે રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે.

ટ્રમ્પ બોલ્યા,-‘ઈરાન જંગ ખતમ થવાની નજીક’

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિને પોતાની મોટી રણનૈતિક સફળતા તરીકે રજૂ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે આ ઓપરેશન પ્રભાવશાળી રહ્યું છે અને ઈરાન અથડામણ વગર જ દબાણમાં આવી ગયું છે. આ ઉપરાંત ફોક્સ ન્યૂઝ સાથેના એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું, ‘જો આપણે આ પગલું ન ભર્યું હોત, તો આજે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોત.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું યુદ્ધ ખતમ થઈ ગયું છે, તો તેમણે જવાબ આપ્યો, ‘મને લાગે છે કે તે હવે ખતમ થવાની ખૂબ નજીક છે.’

આ પણ વાંચો: આજે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી

ફોક્સ ન્યૂઝના પત્રકાર મારિયા બાર્ટિરોમોના જણાવ્યા મુજબ ટ્રમ્પે ખાનગી વાતચીતમાં ત્યાં સુધી કહી દીધું કે ‘યુદ્ધ ખતમ થઈ ચૂક્યું છે.’ જો કે સાર્વજનિક રૂપે તેમણે તેને ‘લગભગ ખતમ’ ગણાવ્યું છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે હજુ પણ સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર થઈ નથી. સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે ઈરાને હાલમાં સીધા સંઘર્ષથી બચવાનો રસ્તો પસંદ કર્યો છે. જહાજોનું પાછા ફરવું એ સંકેત છે કે તેહરાન અત્યારે સ્થિતિને વધુ ભડકાવવા માંગતું નથી. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે સાચી કસોટી હજુ બાકી છે.

પાકિસ્તાનમાં થશે બીજા તબક્કાની વાતચીત

ઉપરાષ્ટ્ર પ્રમુખ જે.ડી. વેન્સે જણાવ્યું છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલો નાજુક યુદ્ધવિરામ હજુ પણ અમલમાં છે, જેમાં હવે એક અઠવાડિયું બાકી છે. જો કે તેમણે સ્વીકાર્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઊંડો અવિશ્વાસ છે, જેને રાતોરાત દૂર કરી શકાય તેમ નથી. યુદ્ધના અંત માટેની મંત્રણા આગામી બે દિવસમાં પાકિસ્તાનમાં ફરી શરૂ થઈ શકે છે.



Source link

Related Articles

Back to top button