राष्ट्रीय

બિહારના રાજકારણના મોટા સમાચાર: નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, અંતિમ બેઠકમાં થયા ભાવુક | Nitish Kumar Gets Emotional Before Resignation Final Cabinet Meeting Held


Nitish Kumar Gets Emotional Before Resignation | બિહારના રાજકારણમાં આજે મોટા ફેરબદલ થયા છે. નીતિશ કુમારે આજે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી જેમાં તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. 

અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થઈ ગયા નીતિશ કુમાર

અંતિમ કેબિનેટ બેઠકમાં નીતિશ કુમાર ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે વર્ષ 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારથી હું સત્તામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી મારાથી જ્યાં સુધી થઈ શક્યું ત્યાં સુધી મેં બિહાર માટે કર્યું છે.  આ દરમિયાન બેઠકમાં હાજર રહેલા અન્ય મંત્રીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. 

નવી સરકારને પાઠવી શુભેચ્છા

નીતીશ કુમારે નવી બનનારી સરકારને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ખાતરી આપી હતી કે નવી સરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેમનું માર્ગદર્શન મળતું રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બિહારમાં વિકાસની યોજનાઓ અટકવી જોઈએ નહીં અને રાજ્ય પ્રગતિના પથ પર આગળ વધતું રહેવું જોઈએ.

મંત્રીઓ અને ધારાસભ્યો ગમગીન

કેબિનેટ બેઠક બાદ જેડીયુ અને ભાજપના નેતાઓએ નીતીશ કુમારના યોગદાનની પ્રશંસા કરી હતી. મંત્રી લેશી સિંહે જણાવ્યું હતું કે, તેમના જેવો વડીલ સમાન નેતા બિહારને ફરી નહીં મળે.  જ્યારે બીજેપી ધારાસભ્ય લાખેન્દ્ર કુમારે કહ્યું કે, નીતીશજીએ ભલે રાજીનામું આપવાનું નક્કી કર્યું હોય, પણ તેઓ હંમેશા અમારા માર્ગદર્શક રહેશે.

બિહારના રાજકારણના મોટા સમાચાર: નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, અંતિમ બેઠકમાં થયા ભાવુક 2 - image

નીતિશ કુમાર: રાજકીય સફર

1974: જેપી આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ

1985: પહેલીવાર બિહાર વિધાનસભામાં હરનોત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા

1989: પહેલીવાર લોકસભામાં ચૂંટાયા અને જનતા દળના સચિવ બન્યા

1994: લાલુ પ્રસાદ યાદવ સાથે મતભેદ થતાં જનતા દળથી અલગ થઈને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પાર્ટીની સ્થાપના કરી

1998 – 2004: અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી, કૃષિ મંત્રી જેવા મહત્ત્વના પદો સંભાળ્યા

3 માર્ચ, 2000: પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી ન હોવાથી માત્ર 7 દિવસમાં રાજીનામું આપવું પડ્યું

2003: સમતા પાર્ટીનું શરદ યાદવની જનતા દળમાં વિલીનીકરણ થયું અને જનતા દળ (યુનાઇટેડ) – JD(U) અસ્તિત્વમાં આવી

2005: ભાજપ સાથે ગઠબંધન કરીને પૂર્ણ બહુમતી સાથે બીજી વાર CM બન્યા

2010: ભારે બહુમતી સાથે સતત ત્રીજી વાર CM પદે પરત ફર્યા 

2013: નરેન્દ્ર મોદીને PM પદના ઉમેદવાર જાહેર કરાતા ભાજપ સાથે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું

2014: લોકસભા ચૂંટણીમાં પરાજય નૈતિક જવાબદારી સ્વીકારી CM પદેથી રાજીનામું આપ્યું અને જીતન રામ માંઝીને ગાદી સોંપી

2015: લાલુ યાદવની RJD અને કોંગ્રેસ સાથે મળીને ‘મહાગઠબંધન’ બનાવ્યું અને ફરી CM બન્યા

2017: ભ્રષ્ટાચારના મુદ્દે RJD સાથે છેડો ફાડ્યો અને ફરી ભાજપ સાથે મળીને સરકાર બનાવી

2020: NDA ગઠબંધનમાં રહીને સાતમી વાર CM તરીકે શપથ લીધા

2022: ફરી એકવાર પલટી મારીને ભાજપનો સાથ છોડ્યો અને RJD સાથે મળીને સરકાર બનાવી

2024: લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપ સાથે જોડાઈને NDA સરકારના CM તરીકે નવમી વાર શપથ લીધા

2025 (બિહાર વિધાનસભા ચૂંટણી):  નીતિશ કુમારે પોતાની પકડ જાળવી રાખી અને 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનીને ઇતિહાસ રચ્યો



Source link

Related Articles

Back to top button