दुनिया

VIDEO : ઈઝરાયલની લેબેનોનમાં ભયાનક તબાહી, આખેઆખા ગામ ઉડાવી દીધા, 90 ટકા ઘરો નષ્ટ | Israel’s Brutal Campaign in Lebanon: Villages Leveled and 90% Homes Destroyed in Border Offensive



Israel-Lebanon War : ઈઝરાયલી સેનાએ લેબેનોનમાં ભયાનક તબાહી મચાવી છે. સ્થિતિ એવી છે કે, વિસ્ફોટોના કારણે દક્ષિણ લેબેનોનમાં આખેઆખા ગામ જમીનદોસ્ત થઈ ગયા છે. સેનાએ ઘરોમાં વિસ્ફોટકો લગાવ્યા અને પછી દૂરથી તેને ધ્વસ્ત કરી દીધા છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ મુજબ, સોશિયલ મીડિયા પર વિનાશના અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં ઈઝરાયલ-લેબેનોન સરહદ પર તૈબેહ, નકૌરા અને દેર સેરિયન ગામમાં મોટાપાયે વિસ્ફોટ થવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજીતરફ લેબેનોન મીડિયાએ પણ સરહદ પાસેના ગામોમાં આવા મોટા વિસ્ફોટો થયા હોવાના અહેવાલ આપ્યા છે.

લેબેનોનમાં ગાઝાની જેમ તબાહી

વાસ્તવમાં ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાર્ટ્જને ઉત્તર ઈઝરાયલમાં રહેતા લોકો પર ખતરો હોવાની આશંકા હતી, જેના કારણે તેમણે સેનાને ગાઝાના રફાહ અને બેત હનૌનની જેમ સરહદ પાસે લેબેનોનના તમામ ગામડાઓને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. ઈઝરાયલી સેનાએ દક્ષિણ ગાઝાના રફાહમાં 90 ટકા ઘરો નષ્ટ કરી દીધા હતા. ઈરાન ઈઝરાયલના લેબેનોન પર હુમલાનો જોરશોરથી વિરોધ કરી રહ્યું છે. ઈરાને લેબેનોના અનેક શહેરોમાં વિનાશનો વીડિયો પણ શેર કર્યો છે.

હિઝબુલ્લાએ ઘરોમાં હથિયાર છુપાવ્યા હોવાનો સેનાનો દાવો

સેનાએ દાવો કર્યો છે કે, હિઝબુલ્લાના હથિયારધારીઓએ સામાન્ય લોકોના ઘરોમાં હથિયારો છુપાવ્યા છે, તેથી તેઓ ઘરો ધ્વસ્ત જેવી કાર્યવાહી કરીને હિઝબુલ્લાએ જમીનમાં બિછાવેલી સુરંગો અને સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચો : ‘અમને અમેરિકા પર વિશ્વાસ નથી’ ઈસ્લામાબાદમાં મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઈરાનના સ્પીકરનું નિવેદન

લેબેનોનના મોટા વિસ્તારમાં કબજો કરવાની તૈયારીમાં ઈઝરાયલ

ઈઝરાયલે કહ્યું કે, તે દક્ષિણ લેબેનોનમાં એક મોટા વિસ્તારમાં કબજો કરી લેશે અને છેક લિટાની નદી સુધીના વિસ્તારમાં સુરક્ષા કેન્દ્ર સ્થાપશે. તેણે એવું પણ કહ્યું છે કે, જ્યાં સુધી ઉત્તર ઈઝરાયલના શહેરોને સુરક્ષાની ગેરંટી નહીં મળે, ત્યા સુધી ઘર છોડીને જનારાઓને પરત આવવાની મંજૂરી નહીં અપાય.

આ પણ વાંચો : સાઉદી અને કતરે પાકિસ્તાનનું ઘટાડ્યું ટેન્શન, હવે UAEને ચૂકવી શકશે દેવું



Source link

Related Articles

Back to top button