दुनिया

હિંદ મહાસાગરમાં મોટું રાજકીય તોફાન: ચાગોસ ટાપુઓ મુદ્દે ટ્રમ્પના દબાણ બાદ યુકેનો યુટર્ન | uk chagos islands deal on hold donald trump diego garcia base



Diego Garcia US military base: બ્રિટન સરકાર દ્વારા મોરેશિયસને ચાગોસ ટાપુઓ સોંપવાની યોજના પર હાલમાં રોક લગાવી દેવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સતત ટીકા અને વિરોધ બાદ બ્રિટને આ ઐતિહાસિક સોદાને હાલ પૂરતો પડતો મૂક્યો છે. આ ટાપુઓ પર અમેરિકા અને બ્રિટનનું વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું ડિયેગો ગાર્સિયા એર બેઝ આવેલું છે.

શું છે સમગ્ર વિવાદ?

બ્રિટન અને મોરેશિયસ વચ્ચે એક કરાર થયો હતો, જે મુજબ બ્રિટન આ ટાપુઓનું સાર્વભૌમત્વ મોરેશિયસને સોંપવા તૈયાર હતું. જોકે, આ કરારમાં એવી શરત હતી કે, ડિયેગો ગાર્સિયા સૈન્ય બેઝનું સંચાલન આગામી 99 વર્ષ સુધી અમેરિકા અને બ્રિટન પાસે રહેશે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારને મોટી ભૂલ ગણાવી છે, જેના કારણે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ટ્રમ્પ અને કીર સ્ટાર્મર વચ્ચેનો તણાવ

અમેરિકા અને બ્રિટન વચ્ચેના ઐતિહાસિક સ્પેશિયલ રિલેશનશિપમાં છેલ્લા કેટલાક સમયથી તિરાડ જોવા મળી રહી છે. ઈરાન સાથેનું યુદ્ધ દરમિયાન કીર સ્ટાર્મરે ઈરાન સામેના અમેરિકા-ઇઝરાયલના યુદ્ધમાં સીધા સામેલ થવાનો ઈનકાર કર્યો હતો. આ ઉપરાંત યુદ્ધની શરૂઆતમાં બ્રિટને ટ્રમ્પને બ્રિટિશ એર બેઝ પરથી હુમલો કરવાની મંજૂરી પણ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને કારણે ટ્રમ્પ નારાજ થયા હતા. ત્યાર બાદ ટ્રમ્પે કીર સ્ટાર્મરની સરખામણી વિન્સ્ટન ચર્ચિલ સાથે કરતા કહ્યું હતું કે કીર વિન્સ્ટન ચર્ચિલ જેવા નથી અને તેમણે બ્રિટિશ-અમેરિકી સંબંધોને બગાડ્યા છે.

આ પણ વાંચો : ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું

ડિયેગો ગાર્સિયાનું વ્યૂહાત્મક મહત્વ

ડિયેગો ગાર્સિયા હિંદ મહાસાગરમાં આવેલું એક એવું મથક છે જ્યાંથી અમેરિકા મધ્ય પૂર્વ (Middle East) અને એશિયા પર નજર રાખે છે. ટ્રમ્પ પ્રશાસનને ડર છે કે જો ટાપુઓનું નિયંત્રણ મોરેશિયસ પાસે જાય, તો ભવિષ્યમાં ચીન જેવા દેશો ત્યાં પોતાનો પ્રભાવ વધારી શકે છે, જે અમેરિકાની સુરક્ષા માટે મોટું જોખમ બની શકે.

ચાગોસિયન લોકોની વેદના

આ સમગ્ર રાજકીય ખેંચતાણમાં મૂળ વતનીઓ એટલે કે ચાગોસિયન લોકોની હાલત કફોડી બની છે. 1960 અને 70ના દાયકામાં બ્રિટને સૈન્ય બેઝ બનાવવા માટે લગભગ 2,000 લોકોને ત્યાંથી બળજબરીપૂર્વક હાંકી કાઢ્યા હતા. હવે જ્યારે સોદો અટકી ગયો છે, ત્યારે આ લોકોના પુનર્વસનની આશા પણ ધૂંધળી બની છે.

આગળ શું થશે?

બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વોશિંગ્ટનને મનાવવાનો પ્રયાસ કરશે અને અમેરિકાના સમર્થન વગર આ સોદામાં આગળ વધશે નહીં. મોરેશિયસના એટર્ની જનરલે પણ સ્વીકાર્યું છે કે આ સમસ્યાના મૂળમાં ટ્રમ્પ અને સ્ટાર્મર વચ્ચેના બગડતા સંબંધો છે.



Source link

Related Articles

Back to top button