दुनिया
યુદ્ધ રોકવા અમેરિકા-ઇરાનની વાટાઘાટો અનિર્ણિત


– પાક.માં બંને દેશો વચ્ચે બે તબક્કાની મંત્રણા પૂરીઃ આજે વધુ ચર્ચાની શક્યતા
– શાંતિમંત્રણા વચ્ચે પણ ઇઝરાયેલના લેબનોનમાં હીઝબુલ્લાહ પર 24 કલાકમાં 200થી વધુ હુમલા, ૨૦ના મોત
– હોર્મુઝની ખાડી ખોલવા ગયેલા અમેરિકાના યુદ્ધજહાજ ઇરાને આપેલી કડક ધમકીના પગલે વીલા મોંએ પરત ફર્યા
ઇસ્લામાબાદ : અમેરિકા અને ઇરાન વચ્ચે કાયમી શાંતિ માટે ઉગ્ર ચર્ચા થઈ રહી છે. તેના બે રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને હવે ત્રીજો રાઉન્ડ આવતીકાલે યોજાય તેમ માનવામાં આવે છે.



