તીખી તડાતડી : યુદ્ધના જખ્મોની યાદ મંત્રણા પહેલાં જ આક્ષેપબાજી શરૂ થઇ | Accusations begin even before the war wounds memorial talks

![]()
– સમજૂતી નહીં સધાય તો ફરી હુમલા કરીશું : ડોનાલ્ડ ટ્રમ્પ
– લેબેનોન પર હુમલા બંધ કરવા અને જપ્ત સંપત્તિ મુક્ત કરવાની માગણી કરી : અમેરિકા યુરેનિયમ સંવર્ધન અટકાવવા હોર્મુઝ ખોલવા માગણી કરી
નવી દિલ્હી : વીસમી સદીનાં મ્યુનિય પેક્ટ સમાન યોજાઈ રહેલી ઇરાન અમેરિકા મંત્રણા ઉપર દુનિયા આખીની નજર છે. તકલીફ તે છે કે આ મંત્રણા (તા. ૧૧ એપ્રિલ પૂર્વેથી જ) ઇસ્લામાબાદ પેક્ટ થવા સંભવ દેખાતો નથી. પહેલાં જેમ જ કડવાટ બંને દેશો (અમેરિકા અને ઇરાન) વચ્ચે પ્રસરી રહી છે.
આજે સવારે ઇસ્લામાબાદ સમય પ્રમાણે કિલ્લેબંધ વિસ્તારમાં આવેલી હોટેલ સેરેનામાં આ મંત્રણા શરૂ થઇ ને પૂર્વે જ બંને વચ્ચે તીખી તડાતડી બોલી થઇ હતી. સાથે આ મંત્રણાની સફળતા ઉપર શંકાનાં વાદળ ત્યારથી જ ઘેરાયેલાં હતાં.
અમેરિકી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા ઉપપ્રમુખ જે.ડી.વાન્સે, તહેરાન જવા ઉપડતાં પહેલાં જ કહ્યું કે જો ઇરાન નેક તૈયતથી વાત કરવા માગશે તો અમે તેની સાથે ચોક્કસ હાથ મેળવશું પરંતુ જો તે અમારી સાથે રમત રમવા માગતું હશે તો અમારી ટીમ તેને માર્ગ આપશે જ નહીં.
બીજી તરફ ઇરાનનું વલણ હદ બહાર સખ્ત છે. તેનાં પ્રતિનિધિમંડળના નેતા સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલીબાફે જાહેર કર્યું છે કે મંત્રણા શરૂ થતાં પહેલાં જ (ઇરાનની) બે શર્તો પૂરી થવી જોઇએ. તેમ સોશ્યલ મીડીયા પર જણાવતાં લખ્યું કે લેબેનોન પર કરાતા ઇઝરાયલી હુમલા તુર્ત જ બંધ કરવામાં આવે. અને અમેરિકાએ જપ્ત કરેલી ઇરાનની સંપત્તિને તુર્ત જ રીલીઝ કરવામાં આવે. ત્યાં સુધી આ શર્તો ન સ્વીકારાય ત્યાં સુધી મંત્રણાનો કોઈ અર્થ જ નથી.
ડૉનાલ્ડ ટ્રમ્પે તેના સોશ્યલ મીડીયા ટૂથ સોશ્યલ પર લખ્યું છે કે ઇરાને તેનું યુરેનિયમ સંવર્ધન તુર્ત જ અટકાવી અત્યારનું પણ સ્વચ્છ કરાયેલું યુરેનિયમ વિયેના સ્થિત આઈ.એ.ઈ.એ.ને સોંપી દેવું જોઇએ તેમજ તેલનો પૂરવઠો વણથંભી ચાલુ રાખવા દેવો જોઇએ. ઇરાન તો શું કોઇને પણ તે સમુદ્રધુનિ પોતાની કહેવાનો હક્ક જ નથી.
ટૂંકમાં ઇરાન અમેરિકા મંત્રણા ઉપર પહેલેથી જ શંકાનાં વાદળો ઘેરાતાં રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું સમજૂતી નહીં સધાય તો ફરી હુમલા થશે.



