અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા પહેલા ફરી તણાવ! લેબેનોન પર ઈઝરાયલનો હુમલો, 3ના મોત | Israeli strikes on residential building in Lebanon kill 3 amid US Iran peace talks

![]()
Meifadoun Lebanon attack : એક તરફ પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની શરતો નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થવાની તૈયારીમાં છે, બીજી તરફ ઈઝરાયલે દક્ષિણ લેબેનોનમાં હુમલા ચાલુ રાખીને તણાવ વધારી દીધો છે. શનિવારે સવારે દક્ષિણ લેબેનોનના મેફાદૌન કસબામાં એક રહેણાંક બિલ્ડિંગ પર થયેલા ઈઝરાયેલી હુમલામાં ૩ નાગરિકોના મોત નિપજ્યા છે.
સીઝફાયરમાં લેબેનોનનો મુદ્દો જ મોટો અવરોધ:
ઈરાનનો દાવો: બે અઠવાડિયાના કામચલાઉ યુદ્ધવિરામમાં લેબેનોનનો પણ સમાવેશ થાય છે, તેથી ઈઝરાયલે હુમલા રોકવા જોઈએ.
અમેરિકા-ઈઝરાયલનું વલણ: ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે લેબેનોન આ સમજૂતીનો ભાગ નથી અને હિઝબુલ્લાહ વિરુદ્ધ તેમની કાર્યવાહી ચાલુ રહેશે.
પાકિસ્તાનમાં બેઠક પહેલા વિવાદ, યુદ્ધવિરામ થશે કે નહીં?
લેબેનોનમાં સતત થતા હુમલા ઈરાનને ઉશ્કેરી શકે છે, જેની સીધી અસર ઇસ્લામાબાદમાં ચાલી રહેલી વાતચીત પર પડી શકે છે. જો ઈરાન લેબેનોનના મુદ્દે મક્કમ રહેશે, તો કાયમી યુદ્ધવિરામની આશા ઠગારી નીવડી શકે છે.



