दुनिया

ફ્રાન્સનો અમેરિકાને મોટો ઝટકો : સરકારી ઓફિસોમાં માઈક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ બંધ | France Replaces Microsoft Windows with Linux to End US Tech Dominance in Government Offices



France Replaces Microsoft Windows : વિશ્વની ટેક દુનિયામાં સૌથી મોટો ફેરફાર થવાની તૈયારીમાં છે અને તેની શરૂઆત યુરોપથી થઈ રહી છે. વાસ્તવમાં ફ્રાન્સે ટેક વર્લ્ડમાં અમેરિકાની દાદાગીરી ખતમ કરવા માટે મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ, ફ્રાન્સે પોતાની સરકારી સિસ્ટમમાંથી અમેરિકાની ટેક જાન્ટ્સ કંપની માઈક્રોસોફ્ટ વિન્ડો (Microsoft Windows)ને સંપૂર્ણ દૂર કરવાનો અને તેના સ્થાને લિનક્ષ (Linux)નો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો છે.

અમેરિકન ટેક કંપનીઓ પર નિર્ભરતા ઘટાડવા ફ્રાન્સનો પ્લાન

ફ્રાન્સે માત્ર એક સોફ્ટવેર બદલાવનો નિર્ણય લીધો નથી, પરંતુ ફ્રાન્સ પોતાની ડિજિટલ દુનિયા પર પોતાનું જ નિયંત્રણ રાખવા અને અમેરિકન ટેક કંપનીઓ પર નિર્ભરતા ઘટાડવા માંગે છે. ફ્રાન્સ સરકારના અધિકારીઓએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, દેશ પોતાનો ડેટા અને ડિજિટલ સિસ્ટમ પર પોતાનો અધિકાર જમાવે.

આ પણ વાંચો : પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’

ફ્રાન્સને Linux કેમ પસંદ કર્યું?

લિનક્ષ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે. આ જ લિનક્ષની સૌથી મોટી ખાસિયત છે. જ્યારે અમેરિકન કંપની માઈક્રોસોફ્ટ વિન્ડોઝ જેવી સિસ્ટમ પર નિયંત્રણ ધરાવે છે. તેથી જ ફ્રાન્સ હવે વિન્ડોઝને દુર કરવાનો અને લિનક્ષને અપનાવવાનો નિર્ણય કર્યો છે.

આખો ડેટાબેઝ બદલાશે, અમેરિકા પર નિર્ભતા ઘટાડવાની તૈયારી

ફ્રાન્સની ડિજિટલ એજન્સી DINUMએ આ નિર્ણયની પુષ્ટી કરી છે. યોજના મુજબ સરકાર તમામ વિભાગોમાં ધીમે ધીમે વિન્ડોઝને હટાવીને લિનક્ષ પર શિફ્ટ કરશે. ફ્રાન્સે તમામ મંત્રાલયને આ ફેરફાર કરવા માટે પ્લાન તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. આમ ફ્રાન્સ સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ જેમાં ડેટાબેઝ, નેટવર્કસ સાઈબર સિક્યોરિટી અને એઆઈ ટૂલ્સ સામેલ છે, તે તમામમાં મોટો ફેરફાર કરશે.

આ પણ વાંચો : દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ



Source link

Related Articles

Back to top button