ટ્રમ્પ પુતિનથી તંગ આવી ગયો : બ્રિટિશ વડા પ્રધાન સ્ટારર્મરનું સ્ફોટક નિવેદન | Trump is fed up with Putin: British Prime Minister Starmer’s explosive statement

![]()
– ઇરાન યુદ્ધ અને તેલ સંકટ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન સ્ટારર્મેરે કહ્યું ટ્રમ્પ પુતિનને લીધે સામાન્ય લોકોને વીજળી અને ગેસના બિલનો ભાર વધે છે
લંડન : ઇરાન યુદ્ધ અને વૈશ્વિક તેલ સંકટ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમેરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ અમેરિકા અને રશિયાની નીતિથી તંગ આવી ગયા છે. તે દેશોના નિર્ણયોથી સીધી અસર બ્રિટનના સામાન્ય લોકો ઉપર પડે છે.
એક ઇન્ટરવ્યુમાં સ્ટારમેરે પોતાની મુંઝવણ જાહેર કરતાં કહ્યું કે હું તે વાતથી ઘણો જ ત્રસ્ત છું કે દેશભરના પરિવારો અને વ્યાપાર ઉદ્યોગોનાં ઊર્જા બિલ ઉપર નીચે થતાં રહે છે અને તે એટલા માટે થાય છે કે દુનિયાના કોઈ એક ખૂણામાં પુતિન કે ટ્રમ્પ નિર્ણય કરે છે.
સ્ટારમેરનાં આ વિધાનો એવે સમયે આવ્યાં છે કે ઇરાન યુદ્ધને લીધે તેલના ભાવમાં ભારે મોટી ચઢ ઉતર થઇ રહી છે.
બ્રિટિશ વડાપ્રધાને વધુમાં કહ્યું કે પ્રમુખ ટ્રમ્પનાં નેતૃત્વમાં ઇરાન સાથે અમેરિકાની તંગદિલી વધી રહી છે. જ્યારે પ્રમુખ પુતિનની નીતિઓએ પહેલેથી જ વૈશ્વિક ઊર્જા બજારને અસ્થિર કરી નાખી છે. ૨૦૨૨થી ચાલતાં રશિયા યુક્રેન યુદ્ધે દુનિયાભરમાં તેલ અને ગેસના ભાવ ઉપર અસર કરી છે. હવે તે સંકટે ઇરાન યુદ્ધે વધુ ગંભીર બનાવી દીધું છે.
બીજી તરફ વ્હાઇટ હાઉસે ટ્રમ્પના નિર્ણયોનો બચાવ કર્યો છે, વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે કેટલાયે વિશ્વ નેતાઓ દાયકાઓથી ઇરાનના ખતરાની વાત કરતા હતા, પરંતુ કશું કર્યું નહીં. પ્રમુખ ટ્રમ્પે એક સાહસિક પગલું ઉઠાવ્યું જેથી ઇરાન પરમાણુ શસ્ત્રો બનાવી ન શકે.
આ નિવેદનો સાથે સ્ટારમેરે ઇઝરાયલની ટીકા કરતાં કહ્યું હતું કે સીઝ ફાયર દરમિયાન લેબેનોન પર હુમલા કરવા તે જ ખોટું છે. ઇરાને સીઝ ફાયર ઉલંઘનનો આક્ષેપ અમેરિકા ઉપર પણ કર્યો છે. તેમાં કહ્યું છે કે તેના જ સાથી દેશે લેબેનોન ઉપર હુમલો કર્યો છે.



