दुनिया

ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા | melania trump denies ties to jeffrey epstein and urges hearing for survivors


Melania Trump denies ties to Jeffrey Epstein: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે જેફ્રી એપસ્ટીન સાથેના કોઈ પણ પ્રકારના સંબંધોનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમને અને એપસ્ટીનને જોડતા તમામ દાવાઓનો અંત આવવો જોઈએ. આ ઉપરાંત મેલાનિયાએ એપસ્ટીન કેસના પીડિતો માટે અમેરિકન સંસદમાં સુનાવણી કરવાની માંગ કરી છે. તેમણે તે અફવાઓને પણ ફગાવી દીધી હતી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે જેફ્રીએ તેમની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરાવી હતી. મેલાનિયાએ આ વાતોને પાયાવિહોણી અને તેમની છબી ખરાબ કરવાનું કાવતરું ગણાવ્યું હતું. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મને મેલાનિયાના આ નિવેદન વિશે કંઈ જ ખબર નહોતી. 

ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા 2 - image

કથિત ઈમેલ અને જૂના વિવાદો પર સ્પષ્ટતા

મેલાનિયા ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ક્યારેય એપસ્ટીનના પીડિત રહ્યા નથી અને વર્ષ 2000માં તેમની વચ્ચે માત્ર એક નાની મુલાકાત થઈ હતી. તેમણે એપસ્ટીનની સહયોગી ગિલેન મેક્સવેલને જાણતા હોવાનો પણ ઈનકાર કર્યો હતો. વર્ષ 2002ના એક ઈમેલ અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું કે તે માત્ર એક સામાન્ય વાતચીત હતી. જોકે, ભૂતકાળમાં લેખક માઈકલ વોલ્ફે તેમના પુસ્તકમાં દાવો કર્યો હતો કે મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત એક એવા એજન્ટ દ્વારા થઈ હતી જેનો સંબંધ એપસ્ટીન સાથે હતો, જેની સામે મેલાનિયાએ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા 3 - image

મેલાનિયાના નિવેદનથી ટ્રમ્પ પણ ચોંકી ગયા! 

અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે જેફ્રી એપસ્ટીન સાથેના સંબંધો પર જે રીતે ખુલીને વાત કરી, તેનાથી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટ્રમ્પે જણાવ્યું કે મેલાનિયા આ પ્રકારનું નિવેદન આપશે તેની તેમને અગાઉથી કોઈ જાણકારી જ નહોતી. ટ્રમ્પે કહ્યું કે, મને ફર્સ્ટ લેડીના આ નિવેદન વિશે કંઈ જ ખબર નહોતી. તે એપસ્ટીનને ઓળખતી નહોતી. 

નોંધનીય છે કે મેલાનિયાએ વ્હાઈટ હાઉસમાં આપેલા ભાષણ દરમિયાન ખૂબ જ ગંભીર દેખાતા હતા અને ધ્રૂજતા હાથે પોતાની નોટ્સ વાંચી રહ્યા હતા.

મેલાનિયા બાદ ટ્રમ્પના ચોંકાવનારા નિવેદનના કારણે હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને તેમના પત્ની વચ્ચે અણબનાવની અટકળો વહેતી થઈ છે. 

ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા 4 - image

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં સીઝફાયરનો ફિયાસ્કો! લેબેનોનમાં આખું ગામ કાટમાળમાં ફેરવાયું! જવાબમાં હિઝબુલ્લાહે કર્યો મિસાઈલ હુમલો

મેલાનિયાના અણધાર્યા નિવેદનથી એપસ્ટીન કેસ ફરી ચર્ચામાં

બીજી તરફ, એપસ્ટીન કેસના સર્વાઈવર્સે મેલાનિયાના આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. પીડિતોના પરિવારોનું કહેવું છે કે તેઓએ પહેલેથી જ ગવાહી આપીને ઘણું સાહસ બતાવ્યું છે અને હવે તેમની પાસે વધુ માંગ કરવી એ ન્યાય નથી પણ જવાબદારીમાંથી છટકવા જેવું છે. તેમણે આક્ષેપ કર્યો કે ફર્સ્ટ લેડી સત્તામાં બેઠેલા શક્તિશાળી લોકોની રક્ષા કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે તેઓ એક સમયે એપસ્ટીનને જાણતા હતા, પરંતુ બાદમાં તેને પોતાના ક્લબમાંથી કાઢી મૂક્યો હતો. મેલાનિયાના આ અણધાર્યા નિવેદનથી અમેરિકન રાજકારણમાં ફરી એકવાર એપસ્ટીન કેસની ચર્ચાઓ તેજ બની છે.

કોણ હતો જેફ્રી એપસ્ટીન?

જેફ્રી એપસ્ટીન અમેરિકાનો એક મોટો બિઝનેસમેન હતો, જે વિશ્વના પ્રભાવશાળી રાજનેતાઓ અને બિઝનેસમેન સાથેના સંબંધો માટે જાણીતો હતો. તેના પર સગીર છોકરીઓના જાતીય શોષણ અને સેક્સ ટ્રાફિકિંગના ગંભીર આરોપો લાગ્યા હતા. વર્ષ 2019માં તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જેલમાં ટ્રાયલ દરમિયાન જ શંકાસ્પદ સંજોગોમાં તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં દુનિયાભરના અનેક મોટા નામો સામે આવતા ભારે વિવાદ સર્જાયો હતો.


ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા 5 - image



Source link

Related Articles

Back to top button