दुनिया

નાસાનું ‘ઓરાયન’ ચંદ્ર યાત્રા કરીને આજે પૃથ્વી ઉપર પાછું આવશે | NASA’s ‘Orion’ will return to Earth today after traveling to the Moon



– ચારેય અવકાશ યાત્રીઓ સાન ડિયેગોના સમુદ્રમાં ઉતરશે

– યાન 40,000 કિ.મી.ની ગતિએ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે : 2,700 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન સર્જાશે

સાન ડિયેગો(કેલિફોર્નિયા) : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)નું ઓરાયન અવકાશયાને તેના ત્રણ અવકાશયાત્રીઓ (રીડ વાઇઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રસ્ટિના હેમ્મોક કોચ, જેરેમી હેન્સન) ને લઇને પૃથ્વી તરફની યાત્રા શરૂ કરી દીધી છે.

નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમારું  સમાનવ  ઓરાયન અવકાશયાન ૨૦૨૬ની ૧૦, એપ્રિલ, શુક્રવારે, સાંજે  ૫ : ૦૭ (૮: ૦૭ ઇસ્ટર્ન ટાઇમ) વાગે પેસિફિક મહાસાગરના સાન ડિએગો સમુદ્રમાં ઉતરશે. ( ભારતીય સમય : ૧૧, એપ્રિલ, શનિવાર, વહેલી સવારે ૫ : ૩૭ વાગે). 

ઓરોયન અવકાશયાને  પૃથ્વીથી સૌથી દૂરના એટલે કે ૪૦૦,૧૭૧ કિલોમીટરના અંતરે જવાનો  નવો, રેકોર્ડ કર્યો છે.  પૃથ્વીથી  ચંદ્ર વચ્ચેનું અંતર ૩,૮૫,૦૦૦ લાખ  કિલોમીટર છે.  જોકે ઓરાયન અવકાશયાન કાંઇ ચંદ્રની ધરતી પર ઉતર્યું નથી પણ ચંદ્રથી દૂર જઇને મોટા અંતરનો ઘેરાવો લઇને પૃથ્વી પર પાછું ફરી રહ્યું છે.  

નાસાનાં સૂત્રોએ  સ્પષ્ટતા  સાથે  એવી  માહિતી આપી છે કે  અર્ટિમેસ -૨ મિશન ૨૦૨૬ની ૧, એપ્રિલે ચંદ્ર ફરતેની ૧૦ દિવસની યાત્રાએ  ગયું છે.    જોકે    અમારું ઓરાયન અવકાશયાન કાંઇ ચંદ્રની ધરતી પર ઉતર્યું  નથી પણ ચંદ્ર  ફરતેની ગોળ ગોળ યાત્રા કરી  છે.   ઓરાયન અવકાશયાને     ચંદ્રની ધરતીથી    ૪,૭૦૦ થી     ૬,૦૦૦ માઇલ્સ(૭,૬૦૦ કિલોમીટર)ના   દૂરના  અંતરે રહીને ગોળ ગોળ  પ્રદક્ષિણા કરી  છે. આમ ઓરાયનના  અવકાશયાત્રીઓ     ચંદ્રની અંધારી બાજુ(જેને ફાર સાઇડ ઓફ ધ મૂન કહેવાય છે)ને પણ બહુ સ્પષ્ટપણે જોઇ શક્યા છે.  અમારા અગાઉનાં કોઇ મિશનના અવકાશયાત્રીઓને ચંદ્રની અંધારીબાજુ જોવાની યાદગાર તક નથી મળી.  

આમ તો નાસાના  જ અર્ટિમસ -૧ મિશન અંતર્ગત ઓરાયન અવકાશયાન ૨૦૨૨માં ચંદ્રની યાત્રાએ ગયું હતું પણ તે મિશન માનવહીન હતું. એટલે કે તેમાં નાસાનો કોઇ અવકાશયાત્રી નહોતો. ૨૦૨૨નું  માનવહીન ઓરાયન અવકાશ ચંદ્રની ધરતીથી ૬૦ માઇલ્સના નજીકના અંતરે ગયું હતું, જ્યારે ચંદ્રની ધરતીથી ૪૦,૦૦૦ માઇલ્સ  દૂરના અંતરે ગયું હતું. 

ઓરાયન અવકાશયાને  ૨૦૨૬ની ૭, એપ્રિલે, મંગળવારે,  રાતે ૧૦ : ૫૫(ભારતીય સમય) વાગે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર નીકળીને પૃથ્વી ભણી આવવાની યાત્રા શરૂ કરી દીધી છે. ઓરાયન અવકાશયાને પૃથ્વી ભણીની યાત્રા માટે ફ્રી રિટર્ન ટ્રેજેક્ટરી(પૃથ્વી તરફની યાત્રા માટે અવકાશયાન ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરે તેને ખગોળશાસ્ત્રની ભાષામાં ફ્રી રિટર્ન ટ્રેજેક્ટરી કહેવાય છે) નો ઉપયોગ કર્યો  છે.  

ચંદ્રથી પૃથ્વી સુધીની યાત્રા ત્રણ દિવસની હશે. હાલ ચારેય અવકાશયાત્રીઓ તેમની પૃથ્વી તરફની યાત્રા દરમિયાન રેડિયેશન પ્રોટેક્શન ચેક( સૂર્યમાંથી ફેંકાતા કિરણોત્સર્ગનું પરીક્ષણ), મેન્યુલ પાયલોટ ટેસ્ટ(ઓરોયન અવકાશયાનનું સંચાલન પરીક્ષણ), અંતરિક્ષની અદભુત અને મનમોહક તસવીરો લેવાની ખાસ કામગીરી કરી રહ્યાં છે.

નાસાનાં સૂત્રોએ બહુ મહત્વની માહિતી આપતાં કહ્યું છે કે અમારું ઓરાયન અવકાશયાન  ૧૦, એપ્રિલે સાંજે  ચારેય અવકાશયાત્રીઓ સાથે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે ત્યારે તેની ગતિ ૪૦,૦૦૦ કિલોમીટર(પ્રતિ કલાક) જેટલી અતિ  તીવ્ર — ધસમસતી હશે.   આ   પ્રક્રિયા દરમિયાન  ઓરાયનનું ક્રૂ મોડયુલ( જેમાં ચારેય અવકાશયાત્રીઓ હશે) મૂળ   સર્વિસ મોડયુલથી છૂટું પડીને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે.  આ  અતિ જોખમી  તબક્કે  ૨,૭૦૦ સેલ્સિયસ ડિગ્રી જેટલું અતિ અતિ ધગધગતું તાપમાન પણ સર્જાશે. 

કોઇપણ અવકાશયાન માટે આ  તબક્કો અતિ જોખમી હોય છે કારણ કે પૃથ્વીના વાતાવરણ સાથેના પ્રચંડ ઘર્ષણથી જે અતિ ધગધગતું તાપમાન સર્જાવાથી અવકાશયાન બળીને ભસ્મ થઇ જવાની શક્યતા રહે.  જોકે  આ પરિબળને ધ્યાનમાં રાખીને અવકાશયાનની અને અવકાશયાત્રીઓની સલામતી માટે હીટશિલ્ડ સહિતની  જરૂરી બધી આધુનિક વ્યવસ્થા કરી છે.  



Source link

Related Articles

Back to top button