दुनिया

હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતાં જ જહાજોને દરિયાના પેટાળમાં બિછાવેલી સુરંગોનું જોખમ, ઈરાને જાહેર કરી એડવાઇઝરી | Iran Issues Mine Warning in Strait of Hormuz Ceasefire Stability Under Threat



Iran Issues Mine Warning in Strait of Hormuz: અમેરિકા અને ઈરાન વચ્ચે બુધવારે (આઠમી એપ્રિલ) થયેલા બે અઠવાડિયાના યુદ્ધ વિરામ (સીઝફાયર) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી કાર્યરત થવાની આશા જાગી હતી, પરંતુ હવે ત્યાં દરિયાઈ સુરંગો(Sea Mines)નું સંકટ ઊભું થયું છે. ઈરાને આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી પસાર થતાં જહાજો માટે નવી નેવિગેશન એડવાઇઝરી જાહેર કરી છે, જેથી સમુદ્રના પેટાળમાં બિછાવેલી માઇન્સથી જહાજોને બચાવી શકાય.

IRGC દ્વારા નવી ‘શિપિંગ પેટર્ન’ જાહેર

અહેવાલો અનુસાર, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)એ નિર્દેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં તમામ જહાજોએ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈરાન દ્વારા નિર્ધારિત નવા કોરિડોર અને પેટર્નનું પાલન કરવું પડશે. ઈરાનનો દાવો છે કે યુદ્ધ દરમિયાન બિછાવેલી દરિયાઈ સુરંગો જહાજો માટે જોખમી બની શકે છે, તેથી પ્રવેશ અને બહાર નીકળવા માટે ચોક્કસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

શું હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ થઈ?

અમેરિકા-ઈરાન સમજૂતી બાદ આ માર્ગ ખુલવાની જાહેરાત થઈ હતી, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ સ્થિતિ વણસી છે. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયલે લેબેનૉનોન પર હુમલા ચાલુ રાખીને યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે ઈઝરાયલી હુમલાના વિરોધમાં ઈરાને ફરીથી આ માર્ગ પર નિયંત્રણો લાદવાની શરૂઆત કરી છે.

આ પણ વાંચો: ‘ઈરાને ChatGPTથી લખ્યો સીઝફાયર પ્રસ્તાવ’, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનો દાવો, ટ્રમ્પે ડ્રાફ્ટને કચરામાં ફેંક્યો

વિશ્વના 20 ટકા તેલ-ગેસ પુરવઠા પર અસર

નોંધનીય છે કે, 28મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આ માર્ગ વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્ત્વનો છે કારણ કે, વિશ્વના કુલ તેલ અને ગેસના પુરવઠાના લગભગ 20 ટકા આ સાંકડી ગલીમાંથી પસાર થાય છે. જો આ માર્ગ ફરી બંધ થાય અથવા લેન્ડમાઇન્સને કારણે જહાજોને નુકસાન થાય, તો વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

સીઝફાયર અને વિવાદ

કરાર મુજબ ઈરાન અને અમેરિકા એકબીજા પર હુમલા ન કરવા અને શિપિંગ માર્ગ ખુલ્લો રાખવા સંમત થયા હતા. જોકે, આ કરારમાં ઈઝરાયલની ભૂમિકા અને લેબેનૉનમાં તેની સૈન્ય કાર્યવાહી હાલમાં સૌથી મોટો અવરોધ બની રહી છે. જો ઈઝરાયલ હુમલા બંધ નહીં કરે, તો આ 14 દિવસનો યુદ્ધવિરામ સમય પહેલા જ તૂટી શકે તેવી ભીતિ છે.



Source link

Related Articles

Back to top button