તમે બોલો, ગૂગલ લખશે : ટેક જાયન્ટે એઆઈ ડિક્ટેશન એપ લોન્ચ કરી | You speak Google will write: Tech giant launches AI dictation app

![]()
– ‘ગૂગલ એઆઈ એડ્જ ઈલેક્વન્ટ’ એપ ઓફલાઈન ફર્સ્ટ છે
– કન્ટેન્ટ ક્રિએટર્સ, વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ માટે ઉપયોગી : ઈન્ટરનેટ વગર પણ એપનો ઉપયોગ શક્ય
કેલિફોર્નિયા : ટેક જાયન્ટ ગૂગલે એઆઈ આધારિત ડિક્ટેશન એપ ગૂગલ એઆઈ એડ્જ ઈલેક્વન્ટ લોન્ચ કરી છે. આ એપ હાલ માત્ર આઈફોન યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. તેને ભવિષ્યમાં એન્ડ્રોઈડ પર લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ એપને સોફ્ટ લોન્ચ એટલે કે, કોઈપણ મોટી જાહેરાત વગર રિલીઝ કરી છે.
આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઓફલાઇન-ફર્સ્ટ હોવાથી એકવાર એપમાં એઆઈ મોડલ ડાઉનલોડ થઈ જાય પછી યુઝર ઈન્ટરનેટ વગર પણ બોલીને લખાણ બનાવી શકે છે. તેના કારણે કામ ઝડપથી થાય છે અને પર્સનલ ડેટા પણ ફોનમાં જ રહે છે. જેને પ્રાઇવસી માટે સારું માનવામાં આવે છે.
આ એપ સામાન્ય વોઈસ-ટુ-ટેક્સ્ટ ટૂલથી વધુ એડવાન્સ છે. તે બોલવામાં આવતા ‘ઉમ’, ‘અહ’ જેવા ‘ફીલર’ શબ્દોને આપમેળે દૂર કરી દે છે. આ સાથે જ તે સાફ, વાંચવા યોગ્ય લખાણ આપે છે.
યુઝર પોતાની જરૂરિયાત પ્રમાણે લખાણને ટૂંકું, લાંબું અથવા ફોર્મલ સ્ટાઈલમાં પણ બદલી શકે છે.
તેમાં ટ્રાન્સક્રિપ્શન હિસ્ટ્રી, શબ્દોની ગણતરી અને બોલવાની ઝડપ માપવા જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખૂબ ઉપયોગી બની શકે છે.



