दुनिया

મૂળભૂત પ્રશ્ન તો તે છેકે બે સપ્તાહ પછી શું થશે ? ટ્રમ્પ સીઝ ફાયર સમજૂતી કઈ રીતે રજૂ કરશે ? : ફરી યુદ્ધ થશે ? | How will Trump present the ceasefire agreement Will there be another war



– બે સપ્તાહનો યુદ્ધ વિરામ તો થઇ ગયો, છતાં મહત્ત્વના પાંચ પ્રશ્નો અનુત્તર છે

– બીજી તરફ ઇરાને દાવો કર્યો છે કે તે ટ્રમ્પની 8 શર્તો માનવા તૈયાર છે. પરંતુ કેટલાક પ્રશ્નો રહે છે. આમા તો કુલ પાંચ પ્રશ્નો છે જે આ પ્રમાણે છે

નવી દિલ્હી : ઇરાન અમેરિકા વચ્ચે બે સપ્તાહનો યુદ્ધ વિરામ તો થઇ ગયો છે.પરંતુ ટ્રમ્પે જાહેર કર્યું છે કે યુદ્ધ વિરામનો નિર્ણય તે શર્ત સાથે સંલગ્ન છે કે ઇરાન હોર્મુઝ સ્ટ્રેઇટસ ફરી ખોલે અને વ્યાપક શાંતિ સમજૂતી ઉપર ચર્ચા કરે.

ડોનાલ્ડ ટ્રમ્પ : સૌથી મહત્વનો પ્રશ્ન તે છે કે ટ્રમ્પ તે શાંતિ-સમજૂતી રજૂઆત કઇ રીતે કરશે ? શું આ સમજૂતીને તેઓ પોતાનો વિજય દર્શાવશે ? કે પછી બે સપ્તાહ પછી ફરી સૈન્ય કાર્યવાહી શરૂ કરશે ?

ઇરાન : બીજો પ્રશ્ન તે છે કે આ સમજૂતીને ઇરાન કઇ રીતે જોશે ? શું ઇરાન વાસ્તવમાં હુમલા બંધ કરી દેશે ? કે પછી અન્ય રીતે પણ જણાવી કાર્યવાહી ચાલુ રાખશે ? બંને પક્ષો વચ્ચે હજી કેટલાયે મુદ્દાઓ ઉપર મતભેદ રહેલા છે. સીઝફાયર એલાન છતાંયે ખાડી દેશોનો આક્ષેપ છે કે ઇરાને હુમલા ચાલુ જ રાખ્યા છે.

ઇઝરાય : ત્રીજો મહત્ત્વનો પ્રશ્ન ઇઝરાયલનો છે. ઇઝરાયલે અમેરિકા ઇરાન વચ્ચેના યુદ્ધ વિરામને તો સમર્થન આપ્યું છે. પરંતુ વડાપ્રધાન નેતન્યાહૂએ તો સ્પષ્ટ કહ્યું છે કે તેમાં લેબેનોન યુદ્ધ સમાવિષ્ટ નથી. અર્થાત્ ઇઝરાયલ લેબેનોન સ્થિત હિઝબુલ્લાહ સામેના તેના હુમલા નહીં રોકે.

બીજી તરફ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું છે તે યુદ્ધ વિરામમાં લેબેનોન પણ સામેલ છે કે જ્યાં ઇઝરાયલે ભૂમિદળ ઉતારી દીધું છે : નેતન્યાહૂ તેથી તદ્દન ઉપરી વાત કરી રહ્યા છે. આમ શીઝ ફાયરમાં શરૂઆતથી જ તડાં પડવાં શરૂ થઇ ગયાં છે.

અત્યારે પરિસ્થિતિ તેવી છે કે ૨૮મીએ યુદ્ધની ઘોષણા કરતાં ભાષણમાં નેતન્યાહૂએ કહ્યું હતું કે એ ઓપરેશનનું લક્ષ્ય ઇરાનમાં આયાતોલ્લાહ શાસનનો ખતરો ખતમ કરવાનું છે. પરંતુ પરિસ્થિતિ તેવી છે કે ઇરાની સેના અત્યારે પણ ઇઝરાયલ માટે ખતરો ઊભો કરી શકે તેમ છે. ઇરાનની ઇસ્લામિક સરકાર હજીએ પોતાનાં સ્થાને જ છે. પછી ભલે તેમાં નેતૃત્વ બદલાયું હોય.

હોર્મુઝ સ્ટ્રેઇટસ : આ સમુદ્ર સંધિ વિશ્વના તેલ વ્યાપાર માટે મહત્ત્વની છે. ભલે ટ્રમ્પે તેમ કહ્યું હોય કે સીઝ ફાયર સમજૂતી પ્રમાણે ઇરાન હોર્મુઝ સ્ટ્રેઇટ્સ તુર્ત જ સંપૂર્ણ અને સુરક્ષિત રીતે ખોલવા તૈયાર છે, પરંતુ ઇરાનના વિદેશમંત્રી મંત્રીના ટ્વિટની ભાષા સમજવી જોઇએ : તેમણે લખ્યું હતું કે તે માટે જહાજોને ઇરાનની સશસ્ત્ર સેના સાથે સમન્વય સાધવા જ પડશે અને કેટલીક ટેકનિકલ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ ટેકનિકલ બાબતો શી છે તે સ્પષ્ટ નથી તેમાં જો ઇરાન ફરી બંધ કરી દે તો ત્યાં તંગદિલી વધી જાય. વિશ્વમાં તેમની કિંમત વધે. સપ્લાય ઘટે. વિશ્વનાં અન્ય બજારો ઉપર પણ અસર પડે.

અમેરિકા અને ગલ્ફ કન્ટ્રીઝનો સહયોગ : પાંચમો પ્રશ્ન તે છે કે હવે અમેરિકા અને તેના સહયોગી તેવા ખાડી દેશનો સંબંધો કેવા રહેશે ? આ યુદ્ધે સૌથી મોટો સવાલ તે છે કે અમેરિકા પોતાના જૂના સાથીઓ ઉપર પહેલા જેટલો જ વિશ્વાસ રાખી શકશે ? બીજી તરફ તે દેશો પણ અમેરિકા ઉપર પહેલા જેટલો વિશ્વાસ રાખી શકશે ?



Source link

Related Articles

Back to top button