दुनिया

ઈરાને અમેરિકાની શરતો ફગાવતા ટ્રમ્પ લાલચોળ, ડેડલાઈન પૂરી થવામાં ગણતરીના કલાકો બાકી; હવે શું? | Trump Warns Iran of ‘Big Price’ as Deadline for Ceasefire Proposal Approaches



Trump Warns Iran of ‘Big Price’ | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મંગળવારની રાત સુધીનો સમય આપ્યો છે. જો ત્યાં સુધી બંને દેશો વચ્ચે કોઈ ડીલ નહીં થાય તો અમેરિકા ઈરાન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કરી શકે છે. બીજી તરફ ઈરાને 45 દિવસનો સીઝફાયરનો પ્રસ્તાવ ફગાવ્યો છે. ઈરાનની માંગ છે કે હંમેશા માટે શાંતિ સ્થાપવામાં આવે, થોડા દિવસનો સીઝફાયર સ્વીકાર્ય નથી. 

ઈરાન સીઝફાયર માટે તૈયાર નહીં થાય તો કિંમત ચૂકવવી પડશે: ટ્રમ્પ

ઈરાને સીઝફાયર ફગાવતા ટ્રમ્પે ધમકી આપી છે કે હવે તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે. વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ઈરાનના શાસન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોઈ શકે. તેઓ પાગલ છે અને પાગલોના હાથમાં પરમાણુ બોમ્બ ન આપી શકાય. જો તેઓ કરાર નહીં કરે તો નરક જેવી સ્થિતિ જોવી પડશે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈરાન અત્યારે બરબાદ થઈ રહ્યું છે, તેથી જ તેઓ યુદ્ધવિરામ ઈચ્છે છે, પરંતુ શરતો અમારી હશે.

કામચલાઉ સીઝફાયર માટે તૈયાર નથી ઈરાન

ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને પોતાનો જવાબ મોકલ્યો છે. ઈરાને કામચલાઉ શાંતિને બદલે ‘કાયમી યુદ્ધવિરામ’ ની માંગ કરી છે. ઈરાનની 10 શરતોમાં પ્રતિબંધો હટાવવા, હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત માર્ગ અને યુદ્ધ પછીના પુનઃનિર્માણ માટેની ગેરંટી સામેલ છે. જોકે, ટ્રમ્પે આ પ્રસ્તાવને ‘અપૂરતો’ ગણાવીને ફગાવી દીધો છે.

જે બાદ હવે જોવાનું રહેશે કે ટ્રમ્પે આપેલી ડેડલાઈન પહેલા સીઝફાયર થાય છે કે નહીં.  ( ભારતીય સમય અનુસાર ડેડલાઈન- બુધવારે વહેલી સવાર સુધી ) 



Source link

Related Articles

Back to top button