ઇરાને વધુ એક નેતા ગુમાવ્યો : જાસૂસી વિભાગના વડા મજીદ ખોદેમીનું યુ.એસ.- ઇઝરાયલ હુમલામાં મૃત્યુ | Iran loses another leader: Intelligence chief Majid Khademi killed in US Israeli attack

![]()
– ‘ટેલિગ્રામ’ ચેનલ ઉપર ઇરાન- ગાર્ડઝો ખાદેમીની ‘હત્યા’ની જાહેરાત કરી : ઇઝરાયલી સંરક્ષણ મંત્રી કાત્ઝે ઇરાનના નેતાઓને ધારદાર ચેતવણી આપી
તહેરાન : ઇરાન- યુદ્ધ દિવસે દિવસે તીવ્ર બનતું જાય છે તે દરમિયાન ઇરાનના એક પછી એક ટોચના નેતાઓની હત્યા થતી જોવા મળે છે. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડઝ- કોર્પ્સ (આઇ.આર.જી.સી.)ના જાસૂસી તંત્રના વડા મેજર જનરલ મજીદ ખાદેમીનું ઇઝરાયલ- અમેરિકાના મિસાઇલ પ્રહારમાં મૃત્યુ થયું હતું.
મેજર જનરલ ખાદેમી એક બહુશિક્ષિત, મેઘાવી અને શક્તિશાળી નેતા હતા તેઓ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડઝ કોર્પ્સના જાસૂસી વિભાગના વડા હતા. તેઓનું આજે (સોમવારે) સવારે અમેરિકા જિનોઇસ્ટ દુશ્મનોએ કરેલા હુમલામાં નિધન થયું તેમ ટેલિગ્રામ ચેનલ ઉપર તે રીવોલ્યુશનરી ગાર્ડઝે જ જણાવ્યું હતું.
ઇઝરાયલે પણ ખાદેમીના મૃત્યુની સત્તાવાર જાણ કરી હતી. સાથે રિવોલ્યુશનરી ગાર્ડઝ ઉપર આક્ષેપ કર્યો હતો કે, તેઓ તેમના દેશના જ નિર્દોષ નાગરિકોને ગોળી ચલાવી ઠાર મારે છે. આવા ત્રાસવાદીઓને ખતમ કરવા તે અમારું પવિત્ર કર્તવ્ય છે.
આ સાથે ક્રુત્ઝે જણાવ્યું હતું કે, ‘ઇરાનના નેતાઓ પોતાની ઉપર જ હુમલો થશે તેવા ભય નીચે જીવી રહ્યા છે. તેઓને ભીતિ છે કે, તેઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમે તેમાંથી એક પછી એકને શોધતા રહેશું અને ખતમ પણ કરતા રહેશું.’


