राष्ट्रीय

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How the US used deceptive techniques to save an F 15 pilot



છેલ્લાં કેટલાક કલાકોથી યુ.એસ. મિલિટરી તોડી પડાયેલાં વિમાનના બીજા પાયલોટને શોધતી હતી : ઈરાનીઓ પણ શોધતા હતા : અમેરિકનો પહેલા પહોંચ્યા

નવીદિલ્હી: અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે રવિવારે જણાવ્યું હતું કે, ઈરાને એફ.ઈ. ઈગલ ફાયટર જેટ તોડી પાડયા પછી તેને શોધવા માટે ડઝનબંધ વિમાનો સક્રીય કરાયાં હતાં. તેઓએ એક નિવેદન પ્રસિદ્ધ કરતાં જણાવ્યું કે, ”છેલ્લાં કેટલાયે કલાકોથી અમેરિકન મિલિટરીએ અમેરિકાના ઈતિહાસમાં નોંધાયેલી સૌથી વધુ હિંમતભરી કાર્યવાહી હાથ ધરી, તે પાયલોટને બચાવી લીધો હતો. આ ક્રૂ-મેમ્બર એક કર્નલ છે. તે જેમાં હતો તે વિમાન તૂટી પડતાં, તેને શોધવા માટે અમેરિકા ઉપર ભારે દબાણ હતું. કારણ કે ઈરાને તેને જીવતો કે મુએલો પકડવા માટે ભારે મોટું ઈનામ પણ જાહેર કર્યું હતું. (જેથી તેને સૌ કોઈને દર્શાવી અમેરિકાને બદનામ કરી શકે.”)

ટ્રમ્પે તેના પોર્ટલ ઉપર લખ્યું, ”તે બહાદૂર સૈનિક ઈરાનના ભયંકર પર્વતોમાં પડી ગયો હતો. તેને આપણા દુશ્મનો પણ શોધતા હતા. તેઓ દર કલાકે નજીકને નજીક આવતા જતા હતાં.”

દરમિયાન યુ.એસ. નેવી સીલ (સી.એર એન્ડ લેન્ડ) ટીમના ૬ કમાન્ડોઝે તેને શોધી, રેસ્કયુ હેલિકોપ્ટરમાં મોકલી આપ્યો હતો. તેને અત્યારે સારવાર પણ અપાઈ રહી છે.

જોકે આ કમાન્ડોઝની સાથે સેંકડો ઓપરેશનલ ફોર્સીઝ પણ હતા તેને ઈરાનીઓ શોધી કાઢે તે પહેલાં શોધી કાઢવામાં સફળ રહ્યા હતા.

”એક્સિઓસ”ને સાધનોએ જણાવ્યું હતું કે, આ બીજો પાયલોટ વેપન્સ સીસ્ટીમ્સ સંભાળતો હતો. તેણે કોમ્યુનિકેશન્સ સીસ્ટીમ્સ દ્વારા અન્ય સૈન્ય ટુકડીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો.



Source link

Related Articles

Back to top button