दुनिया

80% પાકિસ્તાનીઓ ગે છે, ત્યાં કોઈ નોર્મલ નથી’, ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટના ચોંકાવનારા દાવાથી ખળભળાટ | 80 percent of people in pakistan are gay transgender activist hina baloch sensational claim



Pakistani Transgender Activist Makes Shocking Claim: પાકિસ્તાનના ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ હિના બલોચનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમણે એક ચોંકાવનારો અને સનસનીખેજ દાવો કર્યો છે કે, 80% પાકિસ્તાનીઓ ‘ગે’ છે અને બાકી રહેલા 20% લોકો ‘બાયસેક્સ્યુઅલ’ છે. હિનાનું માનવું છે કે, ‘પાકિસ્તાનની સમગ્ર વસતી LGBTQ સમુદાયનો ભાગ છે, પરંતુ સામાજિક દબાણ, ધર્મ અને કૌટુંબિક ઈજ્જતના ડરને કારણે લોકો પોતાની અસલી ઓળખ છુપાવીને રાખે છે.’ એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે આ મુદ્દાને પાકિસ્તાનનું એક ‘ઓપન સીક્રેટ’ ગણાવ્યું છે, જેના વિશે દરેક લોકો જાણે છે પણ સ્વીકારતા નથી.

ઓળખ છુપાવવાની મજબૂરી અને સામાજિક દબાણ

હિના બલોચનું કહેવું છે કે જ્યારે આ અંગે સવાલ કરવામાં આવે છે ત્યારે લોકો ધર્મ અને સંસ્કૃતિનો હવાલો આપીને પોતાની વાસ્તવિકતાનો ઈનકાર કરી દે છે. તેમના મતે પાકિસ્તાનમાં  કોઈ પણ જાતીય અભિગમ વિશે કોઈ પણ સ્પષ્ટ કે સ્ટ્રેટ નથી. તેમણે પોતાના બાળપણના અનુભવોને યાદ કરતાં જણાવ્યું કે, મારા માટે મારી જાતીય ઓળખ કરતા મોટી ચિંતા પોતાની પસંદના કપડાં પહેરવા અને લિપસ્ટિક લગાવવાની હતી. મને હંમેશા એ વાતનો ડર સતાવતો હતો કે જો મેં મહિલાઓની જેમ ઘરેણાં પહેર્યા કે મેકઅપ કર્યો તો મને પરિવાર દ્વારા ખૂબ ખરાબ રીતે માર મારવામાં આવશે અને ત્રાસ આપવામાં આવશે.

‘ખ્વાજા સિરા’ સમુદાયનો સંઘર્ષ અને પડકાર

ઈન્ટરવ્યૂ દરમિયાન હિનાએ પાકિસ્તાનના ‘ખ્વાજા સિરા’ (ટ્રાન્સજેન્ડર) સમુદાય સામે આવનારા માળખાકીય પડકારો અંગે પણ ખુલ્લેઆમ વાત કરી. તેમણે જણાવ્યું કે, આ સમુદાયના સભ્યો પાસે આજીવિકાના ખૂબ જ ઓછા અને મર્યાદિત સાધનો છે. મોટાભાગના ટ્રાન્સજેન્ડર લોકોને મજબૂરીમાં ભીખ માંગવા, નાચવા અથવા સેક્સ વર્ક જેવા શોષણકારી વ્યવસાયોમાં ધકેલી દેવામાં આવે છે. હિનાએ આ પ્રતિબંધોને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો અને લિંગ અને લઘુમતી અધિકારો માટે સક્રિયરૂપે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. તેમનું માનવું છે કે, જ્યાં સુધી સમાજનો દ્રષ્ટિકોણ નહીં બદલાશે, ત્યાં સુધી આ સમુદાય મુખ્યધારાથી અલગ રહેશે.

આ પણ વાંચો: હું સંસદમાં માઈક તોડવા નથી જતો…, AAPના આરોપો પર રાઘવ ચઢ્ઢાનો વળતો જવાબ

વિરોધ, અત્યાચાર અને દેશ છોડવાનો નિર્ણય

હિના બલોચે પાકિસ્તાનમાં ‘સિંધ મુરત માર્ચ’ની સહ-સ્થાપના કરી અને ‘ઔરત માર્ચ’માં પણ સક્રિયપણે ભાગ લીધો હતો. તે ટ્રાન્સજેન્ડર અને લઘુમતી અધિકારો માટે એક બેબાક અવાજ બની, પરંતુ તેની તેને મોટી કિંમત ચૂકવવી પડી હતી. એક વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રાઈડ ફ્લેગલહેરાવ્યા બાદ તેમણે હિંસક જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા અપહરણ અને દુર્વ્યવહારનો શિકાર થઈ હોવાનો પણ દાવો કર્યો છે. આ જીવલેણ પરિસ્થિતિઓના કારણે આખરે તેમણે પાકિસ્તાન છોડવું પડ્યું. તે હાલમાં લંડનની SOAS યુનિવર્સિટીમાં સ્કોલરશિપ પર અભ્યાસ કરી રહી છે અને તેણે બ્રિટનમાં શરણ લીધી છે. 





Source link

Related Articles

Back to top button