दुनिया

અમે ઈરાન પર 2-3 અઠવાડિયા ભયાનક હુમલા કરીશું, તેને પાષાણ યુગમાં ધકેલી દઇશું : ટ્રમ્પ | Trump Address: Iran Won’t Be Nuclear Power USA Not Dependent on Hormuz Oil



Donald Trump News :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 6:30 વાગ્યે દેશને સંબોધિત કર્યો. ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ તેમનું પહેલું મોટું ભાષણ હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા આગામી અઠવાડિયામાં ઈરાન વિરુદ્ધ પોતાના સૈન્ય અભિયાનને વધુ તેજ કરશે. ભલે પડદા પાછળ વાતચીત ચાલી રહી હોય, પણ અમેરિકા ઈરાનના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Oil Infrastructure) અને પરમાણુ મથકો પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.

‘અમેરિકાને હોર્મુઝના તેલની જરૂર નથી’

પોતાના 20 મિનિટના સંબોધનમાં ટ્રમ્પે હોર્મુઝની ખાડીના બ્લોકેજ અંગે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, “અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાંથી લગભગ કોઈ તેલ લેતું નથી. અમને તેની જરૂર નથી. જે દેશોને હોર્મુઝથી તેલ મળે છે, તેમણે તે રસ્તાનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે તેને સાંભળીને રાખવું જોઈએ અને તેની હિફાઝત કરવી જોઈએ.” આ નિવેદન દ્વારા ટ્રમ્પે યુરોપિયન અને એશિયન દેશો પર દબાણ વધાર્યું છે જેઓ ઉર્જા સપ્લાય માટે આ રૂટ પર નિર્ભર છે.

‘દુનિયાની સૌથી મજબૂત સેના’ અને વેનેઝુએલાનો ઉલ્લેખ

પોતાની સ્પીચમાં ટ્રમ્પે અમેરિકન સેનાની પ્રશંસા કરતા કહ્યું, “છેલ્લા ચાર અઠવાડિયામાં આપણી સેનાએ યુદ્ધના મેદાનમાં ઝડપી, નિર્ણાયક અને જબરદસ્ત જીત હાસિલ કરી છે. આપણી પાસે દુનિયાની સૌથી મજબૂત સેના છે.” આ સાથે જ તેમણે ઈરાનની નૌસેના સંપૂર્ણપણે ખતમ થઈ હોવાનો પણ દાવો કર્યો.

રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પે વેનેઝુએલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે અમેરિકન સૈનિકોના વખાણ કર્યા, જેમણે એક ઝડપી ઓપરેશન દ્વારા માત્ર થોડી મિનિટોમાં તે દેશ પર નિયંત્રણ મેળવી લીધું હતું. ટ્રમ્પે આ મિશનને ‘ઝડપી, જીવલેણ અને જોરદાર’ ગણાવ્યું અને કહ્યું કે તેનાથી દુનિયાભરમાં અમેરિકાને સન્માન મળ્યું છે. હવે અમેરિકા વેનેઝુએલાના વિશાળ તેલ અને ગેસ ભંડારોને વિકસાવવા અને વેચવા પર સાથે મળીને કામ કરી રહ્યું છે.

યુએસ મિડલ-ઈસ્ટ પર નિર્ભર નથી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા હવે મધ્ય-પૂર્વ (Middle-East) થી ઉર્જાના મામલે આઝાદ થઈ ગયું છે. અમેરિકા વેનેઝુએલા અને પોતાના સંસાધનો દ્વારા તેલ ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે, પોતાના સહયોગી દેશોની મદદ માટે અમેરિકા ત્યાં પોતાની હાજરી જાળવી રાખશે. અમે આગામી બે-ત્રણ અઠવાડિયામાં ઈરાન પર મોટો હુમલો કરવા જઇ રહ્યા છીએ. અમે તેમને ફરી એકવાર પાષાણ યુગમાં ધકેલી દઈશું. અમારું મુખ્ય લક્ષ્ય ઈરાનમાં સત્તા પરિવર્તન નહોતું તેમ છતાં તે પણ થઈ ગયું છે. તેનું ઓઇલ ક્ષેત્ર અમે હજુ સુધી નિશાને લીધું નથી પરંતુ અમે ભવિષ્યમાં તેના પર હુમલો કરી શકીએ છીએ. 

જેને ઓઈલ જોઈતું હોય તે હોર્મુઝ પર કબજો કરી લે 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યારે અમે લોકોની મદદ માગી ત્યારે કોઈ ન આવ્યું. હવે અમે ચોખ્ખા શબ્દોમાં જણાવી દેવા માગીએ છીએ કે અમેરિકાની ઊર્જા જરૂરિયાતો મિડલ ઈસ્ટ પર નિર્ભર નથી. એટલે હવે જેને પણ ઓઈલ જોઈતું હોય તે અમારી પાસેથી ખરીદી લે કાં પછી જઈને હોર્મુઝ પર કબજો કરી લે જેથી તેમનું ઓઈલ તેમને મળી શકે. 



Source link

Related Articles

Back to top button