LIVE: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે આજે દિલ્હીમાં ફરી હાઈલેવલ બેઠક, આવતીકાલે ટ્રમ્પ કરશે મોટી જાહેરાત | US Israel Iran War LIVE: US Bombs Iran’s Underground Bases Trump to Address Nation

![]()
|
PRESS TV And Social Media |
US-Israel-Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બે-ત્રણ અઠવાડિયામાં ઈરાન સામેનું યુદ્ધ ખતમ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. બીજી બાજુ આવતીકાલે વહેલી સવારે તેઓ કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે. બીજી બાજુ ઇરાનના પ્રમુખ પણ યુદ્ધ ખતમ કરવા તૈયાર દેખાઈ રહ્યા છે.
US-Israel-Iran War LIVE:
દિલ્હીમાં ફરી હાઈલેવલ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સાંજે 7 વાગ્યે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ની બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્દ્રના મોટા મંત્રીઓ તથા અધિકારીઓ હાજર રહે તેવી શક્યતા છે.
મિસાઈલ એટેકનો ભયાનક વીડિયો
જંગનો 33મો દિવસ, સીરિયાની અંતર જાળવવાની જાહેરાત
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને 33 દિવસ પૂરા થયા છે. સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સીરિયા પર સીધો હુમલો નહીં થાય ત્યાં સુધી તેઓ આ જંગમાં કૂદશે નહીં.
બગદાદમાં અમેરિકાના વિક્ટોરિયા બેઝ પર હુમલો
ઈરાનના અંડરગ્રાઉન્ડ સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો
અમેરિકન સેનાએ ઈરાનની સરહદની અંદર આવેલા ગુપ્ત અંડરગ્રાઉન્ડ સૈન્ય મથકો પર ‘પ્રિસિઝન મ્યુનિશન’ (સચોટ નિશાન લગાવતા હથિયારો) વડે હુમલો કર્યો છે. આ ઓપરેશનનો હેતુ ઈરાની શાસનની સૈન્ય શક્તિને તોડી પાડવાનો છે.
મોજતબા ખામેનેઈ ક્યાં છે? સસ્પેન્સ યથાવત
રશિયન રાજદૂત મુજબ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ઈરાનમાં જ છે પરંતુ તે જાહેરમાં આવતા નથી. જોકે, અમેરિકાનો દાવો છે કે તેઓ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમના ચહેરા પર ઈજાઓ પહોંચી છે.
ગુરુવારે સવારે ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્ત્વનું સંબોધન
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે રાત્રે 9 વાગ્યે (ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 6:30 કલાકે) દેશને સંબોધિત કરશે. આ સંબોધનમાં ઈરાનમાંથી અમેરિકી સેનાની વાપસી અંગે મોટી જાહેરાતો થઈ શકે છે.
વ્હાઇટ હાઉસમાં ‘બોલરૂમ’ વિવાદ પર ટ્રમ્પનો વળતો પ્રહાર
ફેડરલ જજે વ્હાઇટ હાઉસમાં બોલરૂમ બનાવવા પર રોક લગાવી હતી, પરંતુ ટ્રમ્પે આ માટે કોંગ્રેસની મંજૂરીની જરૂરિયાતને ફગાવી દીધી છે. તેમણે તર્ક આપ્યો કે આ પ્રોજેક્ટમાં ટેક્સના પૈસા નહીં પણ ખાનગી દાન વપરાઈ રહ્યું છે.
ઈસ્ફહાન સ્ટીલ પ્લાન્ટ પર બીજી વાર હુમલો
ઈરાનના ઈસ્ફહાનમાં આવેલા મુબારકે સ્ટીલ પ્લાન્ટ પર એક અઠવાડિયામાં બીજી વાર હુમલો કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ઈરાનનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર માનવામાં આવે છે.
નેતન્યાહુ નવા ગઠબંધન બનાવશે
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે ઈરાની ખતરા સામે લડવા માટે ઈઝરાયેલ અન્ય દેશો સાથે નવા સુરક્ષા ગઠબંધન બનાવી રહ્યું છે. જોકે તેમણે દેશોના નામ જાહેર કર્યા નથી.
કતાર અને સાઉદી અરેબિયાનું વલણ
કતારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જંગ વધારવાના પક્ષમાં નથી અને હાલ પોતાની સંપ્રભુતા પર ધ્યાન આપી રહ્યા છે. બીજી તરફ, રિયાધમાં અમેરિકન દૂતાવાસે પોતાના નાગરિકોને વિસ્તાર છોડવા માટે સતત અપડેટ્સ આપી રહ્યું છે.



