दुनिया

ટ્રમ્પનું દુનિયાને અલ્ટીમેટમ! ‘હોર્મુઝ જઈને તમારું ઓઇલ બચાવો અથવા લડતા શીખો, હવે અમેરિકા મદદ નહીં કરે’ | Trump Issues Bold Warning: ‘Go Get Your Own Oil from Hormuz America Won’t Help Anymore’


Donald Trump Hormuz Warning : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 32 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે ખાડી દેશોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દેતાં આ માર્ગેથી વિશ્વભરમાં પહોંચતો ઓઇલ-ગેસ સહિતનો પુરવઠો ખોરવાઈ ગયો છે, ત્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગ મામલે વિશ્વભરની મજાક ઉડાવવાની સાથે ખુલ્લી ચેતવણી પણ આપી છે.

અમેરિકા અન્ય દેશોને પણ યુદ્ધમાં સામેલ કરવા માંગે છે !

આમ તો જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી ટ્રમ્પ જીતનો દાવો કરી રહ્યા છે, બીજી તરફ યુદ્ધ લાંબુ ખેંચાયા બાદ હવે તેઓ અન્ય દેશોને પણ યુદ્ધમાં સામેલ કરવા માંગતા હોય તેવા નિવેદનો કરી રહ્યા છે. અમેરિકા ઈરાન પર સંપૂર્ણ કબજો કરવા મથી રહ્યું છે, જોકે ઈરાનના આક્રમક હુમલાઓ સામે અમેરિકા પણ હાંફી ગયું છે. કારણ કે હવે અમેરિકા અન્ય દેશોને પણ યુદ્ધમાં સામેલ કરવા માંગે છે. ટ્રમ્પે વિશ્વભરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો હોર્મુઝમાંથી ઓઇલ જોઈતું હોય તો લડતાં શીખો, હવે અમેરિકા કોઈ પણ મદદ નહીં કરે. તેમણે ફરી દાવો કર્યો છે કે, ઈરાન હારી ગયું છે અને તેને પાયમાલ કરી દેવાયું છે.

આ પણ વાંચો : ઈઝરાયલમાં નવો કાયદો: પેલેસ્ટિનિયન આરોપીઓને મળશે મૃત્યુદંડ, 90 દિવસમાં ફાંસીની સજા

હિંમત બતાવો, હોર્મુઝમાં જાવ અને ઓઇલ લઈ લો : ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું છે કે, ‘હોર્મુઝ જળમાર્ગના કારણે જે દેશોને જેટ ફ્યુઅલ(જેટ ઇંધણ) નથી મળી રહ્યું, જેમ કે યુનાઇટેડ કિંગડમ, જેણે ઈરાન સામે આવવાનો ઇન્કાર કર્યો હતો, તેમને મારી એક સલાહ છે: નંબર 1, અમેરિકા પાસેથી ખરીદો, અમારી પાસે પૂરતું છે, અને નંબર 2, થોડી હિંમત બતાવો, હોર્મુઝમાં જાઓ અને તેને લઈ લો. તમારે હવે તમારા માટે લડતા શીખવું પડશે, અમેરિકા હવે તમારી મદદ માટે ત્યાં નહીં હોય, બિલકુલ એ જ રીતે જે રીતે તમે અમારા માટે ત્યાં નહોતા. ઈરાનને મૂળભૂત રીતે પાયમાલ કરી દેવામાં આવ્યું છે. અઘરું કામ પૂરું થઈ ગયું છે. જાઓ અને તમારું ઓઇલ જાતે મેળવો! પ્રમુખ ડી. જે. ટી.’

ટ્રમ્પનું દુનિયાને અલ્ટીમેટમ! 'હોર્મુઝ જઈને તમારું ઓઇલ બચાવો અથવા લડતા શીખો, હવે અમેરિકા મદદ નહીં કરે' 2 - image

આ પણ વાંચો : યુદ્ધનો ભયાનક ખર્ચ: અમેરિકા દર સેકન્ડે ખર્ચે છે રૂ. 9.8 લાખ, રોજનો રૂ. 8,455 કરોડનો ધુમાડો!



Source link

Related Articles

Back to top button