दुनिया

ટ્રમ્પનો વધુ એક યુટર્ન: હોર્મુઝ સ્ટ્રેટમાં હથિયાર હેઠા મૂકી યુદ્ધ છોડવાની તૈયારીમાં અમેરિકા! | US Iran War Trump Seeks Early End to Conflict Issues Warning Over Strait of Hormuz and Oil Wells



US-Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સાથેની જંગને લાંબી ખેંચવાના મૂડમાં નથી. ટ્રમ્પ અને તેમના સહયોગીઓનું માનવું છે કે જો હોર્મુઝ સ્ટ્રેટને બળજબરીથી ખોલાવવા માટે કોઈ સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવે, તો આ યુદ્ધ નક્કી કરેલા 4થી 6 અઠવાડિયાના સમયગાળા કરતા ઘણું લાંબુ ખેંચાઈ શકે છે. આથી, ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ આ મહત્ત્વના જળમાર્ગને ખોલાવ્યા વિના પણ યુદ્ધ વિરામ કરવા માટે તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત કરાવવા માટે અમેરિકા ભવિષ્યમાં અલગથી ઓપરેશન ચલાવી શકે છે, પરંતુ હાલ તેમનું મુખ્ય ધ્યાન ઈરાનની નેવી અને મિસાઈલ ભંડારને નબળા પાડીને યુદ્ધનો અંત લાવવા પર છે.

હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા ઈરાન પર દબાણ વધારશે અમેરિકા

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, અમેરિકા હવે ઈરાન પર એવું દબાણ બનાવવા માંગે છે કે તે પોતે જ આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં વેપાર ફરી શરૂ થવા દે. જો આ વ્યૂહનીતિ નિષ્ફળ જશે, તો વોશિંગ્ટન યુરોપ અને ખાડીના દેશો પર આ માર્ગ ખોલાવવા માટે મદદ કરવાનું દબાણ વધારશે. જોકે ટ્રમ્પ પાસે સૈન્ય વિકલ્પો પણ તૈયાર છે, પરંતુ તે અત્યારે તેમની પ્રાથમિકતામાં નથી. નોંધનીય છે કે, યુદ્ધની શરૂઆતથી જ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટ બાબતે વિરોધાભાસી નિવેદનો આપતા રહ્યા છે. અગાઉ તેમણે ઈરાનને કડક ચેતવણી આપી હતી કે જો આ રસ્તો નહીં ખુલે તો તેને મોટું પરિણામ ભોગવવું પડશે.

આ પણ વાંચો: થોડા જ દિવસોમાં યુદ્ધનો અંત, હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સની વસૂલી અસ્વીકાર્ય: અમેરિકાનું મોટું નિવેદન

સહમતિ નહીં સધાય તો તેહરાનના સંસાધનો પર હુમલાની ધમકી

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કર્યો છે કે ઈરાનની સરકાર સાથે તેમની વાતચીત ચાલી રહી છે. તેમ છતાં, તેમણે આડકતરી ધમકી આપતા કહ્યું છે કે જો કોઈ સહમતિ નહીં સધાય, તો અમેરિકા તેહરાનના તેલના કુવાઓ, વીજળી મથકો અને સૈન્ય ઠીકાણાઓ પર હુમલો કરી શકે છે. એટલું જ નહીં, ટ્રમ્પે ઈરાનના ડીસેલિનેશન પ્લાન્ટ(દરિયાના પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટ)ને પણ નિશાન બનાવવાની ધમકી આપી છે. ટ્રમ્પના મતે, અત્યાર સુધી આ પ્લાન્ટ્સને જાણીજોઈને બક્ષી દેવામાં આવ્યા છે, પરંતુ ભવિષ્યમાં તેને પણ તોડી પાડવામાં આવી શકે છે.

ટ્રમ્પનો વધુ એક યુટર્ન: હોર્મુઝ સ્ટ્રેટમાં હથિયાર હેઠા મૂકી યુદ્ધ છોડવાની તૈયારીમાં અમેરિકા! 2 - image



Source link

Related Articles

Back to top button