‘દેશમાંથી કાઢી મૂકો 40,000 અમેરિકન સૈનિકો…’, ટ્રમ્પની હરકતોથી નારાજ જર્મનીમાં ઊઠી માગ | Germany Calls Grow to Oust 40 000 US Troops Amid Rising NATO Tensions

![]()
Germany vs Trump: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સત્તા આવ્યા બાદ મોટાભાગના સહયોગી દેશ ટ્રમ્પથી નારાજ જોવા મળ્યા છે. જેમાં નાટો સહિત અનેક સહયોગી દેશો વોશિંગ્ટનનો વિરોધ કરી રહ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ અમેરિકાના સૌથી મોટા મિત્ર દેશ જર્મનીમાં વોશિંગ્ટનનો વિરોધ યથાવત્ છે. ત્યાંની દક્ષિણપંથી પાર્ટીએ દેશમાં તૈનાત 40,000 અમેરિકન સૈનિકોને પણ બહાર નીકાળવાની માગ કરી છે. આ સાથે અમેરિકન અને સહયોગી દેશોના બેઝ અને પરમાણુ હથિયારોને પણ દેશમાંથી બહાર કાઢવાની વાત કહેવામાં આવી રહી છે.
ટ્રમ્પની હરકતોથી નારાજ જર્મનીમાં ઊઠી માગ
અલ્ટર્નેટિવ ફૉર જર્મની(AFD) નામની પાર્ટીએ મર્ત્ઝ સરકારથી માગ કરી છે કે, દેશની વિદેશ નીતિ હવે વોશિંગ્ટનથી સ્વતંત્ર હોવી જોઈએ. પાર્ટીના નેતા ટીનો ચુપાનાએ એક બેઠકમાં કહ્યું કે, ‘જર્મનીએ તેના સહયોગી દેશના પરમાણુ ઠેકાણાઓ અને સૈન્ય અડ્ડાને પણ ખત્મ કરી દેવા જોઈએ. જેની શરૂઆત 40,000 અમેરિકન સૈનિકોને દેશથી બહાર નીકાળવાથી કરવી જોઈએ.’
અમેરિકા ભલે કહેતું રહે કે નાટો દેશમાં તેણે સૌથી વધુ ખર્ચ કર્યો છે. પરંતુ યુરોપિયન દેશોના મનમાં એ ભાવના છે કે, નાટોમાં હંમેશા અમેરિકાએ પોતાના હિતોને વધુ પ્રાથમિકતા આપી છે. યુરોપિયન દેશોએ આરોપ લગાવ્યો છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ વિદેશી યુદ્ધોમાં તેઓને જબરદસ્તી ખેંચે છે. ઈરાન યુદ્ધને લઈને પણ ચુપાલાએ નારાજગી વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે, જર્મનીમાં અમેરિકાનો વિરોધ સતત તીવ્ર બની રહ્યો છે. જેમાં હંમેશા વિરોધમાં રહેનારા સત્તા પક્ષ અને વિપક્ષ આ મુદ્દા પર સામાન્ય રીતે એકબીજા સાથે સંમત છે. ચાન્સલર મર્ત્ઝે પણ ઈરાન સંઘર્ષને લઈને અમેરિકા પર હુમલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ યુદ્ધને ખત્મ કરવાની જગ્યાએ અમેરિકાએ તેને વધારવાનું કામ કર્યું છે. જેના કારણે વૈશ્વિક તણાવ વધી ગયો છે.
જર્મનીમાં અમેરિકાના 40,000થી વધુ સૈનિકો તૈનાત
રિપોર્ટ અનુસાર, જર્મનીમાં અમેરિકાના 40,000થી વધુ સૈનિકો તૈનાત છે. આ ઉપરાંત, આશરે 12થી વધુ સૈન્ય અડ્ડા છે. વર્તમાનમાં જર્મનીના રામસ્ટાઇન એરબેઝથી ઈરાન પર થઈ રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેના કારણે જર્મનીને આશંકા છે કે, તેને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. આ એરબેઝની આસપાસ અમેરિકાનો કન્ટ્રોલ એટલો વધુ છે કે, આ ક્ષેત્રમાં યુરોપનું મિની અમેરિકા કહેવામાં આવે છે.
જો કે, છેલ્લા એક વર્ષથી અમેરિકા અને જર્મની વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેવામાં સમાચાર સામે આવ્યા હતા કે, ટ્રમ્પ જર્મનીથી પોતાના સૈનિકો નીકાળવાનો વિચાર કરી રહ્યા છે. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
આ પણ વાંચો: અબજોનો ખર્ચ, લાખો નિર્દોષોના મોત અને અરાજકતા… જાણો અમેરિકાના 3 વિવાદાસ્પદ યુદ્ધનો ઈતિહાસ
નાટો સદસ્ય દેશોને અસહજ કરી રહ્યા છે ટ્રમ્પ
નોંધનીય છે કે, જાન્યુઆરી 2025માં પદભાર સંભાળ્યા પછી ટ્રમ્પે એવા વર્તન કર્યા છે જેનાથી નાટો સભ્યો સહિત વિવિધ દેશો સાથે અસહજ કરનારો વ્યવહાર કર્યો છે. જેમાં કેનેડિયન વડાપ્રધાનને “ગવર્નર” કહેવાથી લઈને જાહેરમાં ઝેલેન્સકીને કઠોર શબ્દોમાં ઠપકો આપવાનો સમાવેશ થાય છે. ટ્રમ્પે યુરોપના એક પ્રદેશ ગ્રીનલૅન્ડને હસ્તગત કરવાની યોજના પણ ઘડી હતી. ત્યારબાદનો વિરોધ એટલો તીવ્ર હતો કે યુરોપિયન રાષ્ટ્રોએ તેનો બચાવ કરવા માટે તેમના સૈનિકો તૈનાત કરવાનું શરૂ કર્યું હતું. ઈરાન સાથેના યુદ્ધ બાદ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ટ્રમ્પે નાટો દેશોને “કાયર” પણ કહી દીધા છે. આ ઉપરાંત, તાજેતરમાં જર્મની, ફ્રાન્સ અને બ્રિટનના નેતાઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે.



