જે.ડી.વાન્સ યુએસના નવા પ્રમુખ બનશે ? સી.પી.એ.સી.ના સ્ટ્રો પોલનો સંકેત | Will J D Vance become the new US president CPAC straw poll suggests

![]()
નો કિંગ્ઝ પ્રોટેસ્ટનો ટ્રમ્પ પર કુઠારાઘાત થશે ?
53 ટકા અમેરિકનો ઉપપ્રમુખ જે.ડી.વાન્સને પ્રમુખ તરીકે ઇચ્છે છે જ્યારે વિદેશ મંત્રી માર્કોટ રૂબિયો તરફે માત્ર 35 ટકા જ મતદારો વળ્યા છે
વૉશિંગ્ટન: કોન્ઝર્વેટિવ પોલિટિકલ એકશન કોન્ફરન્સ (સી.પી.એ.સી.)ના સ્ટ્રો પોલે સતત બીજાં વર્ષે પણ જેડીવાન્સ (અમેરિકાના) પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. ચાર દિવસ સુધી ચાલી રહેલી આ કોન્ફરન્સમાં ઉપસ્થિત વિદ્વાનો અને વિદુષીયો તથા જનસામાન્યમાંથી પણ આવેલાઓનો ૨૦૨૮માં નવા પ્રમુખની પસંદગીની રેસમાં તમો કોને મત આપશો તેવા પ્રશ્નના ઉત્તરમાં ૧,૬૦૦ ઉપસ્થિતો પૈકી ૫૩ ટકાએ પ્રમુખ પદે રહેલા જે.ડી.વાન્સને પસંદ કર્યા હતા. જ્યારે અમેરિકાના વિદેશમંત્રી માર્કોટ રૂબિયો તરફે માત્ર ૨૫ ટકા જ મતદારો વધ્યા હતા.
આ પૂર્વે ગત વર્ષે પણ યોજાયેલા આ સ્ટ્રો પોલમાં ૬૧ ટકા જેટલાએ જે.ડી.વાન્સ તરફે મત આપ્યા હતા. જ્યારે ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનને ૧૨ ટકા મત આપ્યા હતા, અને ફ્લોરિડાના ગવર્નર રૉન દ’સેન્ટીઝને તો માત્ર ૭ ટકા જ મત મળ્યા હતા.
છેલ્લા રોઇટર્સ ઇપ્સોસ પૉલ જણાવે છે કે પ્રમુખ ટ્રમ્પ તરફીઓમાં ઘણો મોટો ઘટાડો થયો છે. માત્ર ૩૬ ટકા જ અમેરિકનો તેને યોગ્ય ગણે છે. ગત સપ્તાહે તે માંડ ૪૦ ટકા હતો. આ સપ્તાહનું મતદાન નીચામાં નીચું બિંદુ દર્શાવે છે.
મુખ્ય મુદ્દો કુટુમ્બોના ઘરેલુ જીવન ધોરણનો છે. માત્ર ૨૫% અમેરિકનો કોસ્ટ ઓફ લિવિંગ જે રીતે ટ્રમ્પ નીચું રાખી રહ્યા છે. તેથી સંતુષ્ટ છે.
જનતાના મંતવ્ય ઉપર ઇરાન યુદ્ધની ગાઢ અસર છે. માત્ર ૩૫ ટકા અમેરિકનો જ ટ્રમ્પનાં આ પગલાંને પુષ્ટિ આપે છે. ૬૧ ટકા તેની વિરૂદ્ધ છે. ૪ ટકા કશું મંતવ્ય દર્શાવતા નથી.
સૌથી વધુ મહત્ત્વની વાત તો તે છે કે મોટા ભાગના અમેરિકનો ઇરાન યુદ્ધની લાંબા ગાળાની અસરો અંગે ચિંતિત છે. અર્ધો અર્ધથી વધુ અમેરિકનો માને છે કે આ યુદ્ધને લીધે અમેરિકા ભવિષ્યમાં ઓછું સલામત બની રહેશે. માત્ર બહુ થોડા જ માને છે કે આ યુદ્ધથી અમેરિકા વધુ સલામત બનશે.



