दुनिया

VIDEO : ઈરાનનો ભયાનક હુમલો : ઈઝરાયલમાં કેમિકલ લીક થતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર | Iran Missile Strike: Chemical Leak Fears in Israel’s Ramat Hovav Industrial Hub



Iran Major Attack on Israel : ઈરાને ઈઝરાયલના મુખ્ય કેમિકલ ઈન્ડસ્ટ્રીયલ હબ પર બેલેસ્ટિક મિસાઈલ ઝિંકીને મોટી તબાહી મચાવી છે. આ હુમલામાં ભીષણ આગ લાગવાની સાથે ઝેરી કેમિકલ લીક થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. લીકની ઘટના બાદ ઈઝરાયલે લોકોને ઘરની બારીઓ બંધ રાખવાની તાત્કાલીક સૂચના આપી છે.

કેમિકલ લીકની આશંકા બાદ સુરક્ષા એજન્સીએ હાઈ એલર્ટ પર

મીડિયા રિપોર્ટ મુજબ ઈરાને દક્ષિમ ઈઝરાયલમાં નિયોત હોવાવ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મિસાઈલ ઝિંકતા ભીષણ આગ લાગી છે. હુમલામાં ઝેરી કેમિકલ લીક થયું હોવાની આશંકા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. નિયોત હોવાવ પર હુમલાની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં ધૂમાળાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

લોકોને ઘરોમાં રહેવા અને બારીઓ બંધ રાખવા સલાહ

ઈઝરાયલી મીડિયા આઉટલેટ ધ ટાઈમ્સ ઑફ ઈઝરાયલના રિપોર્ટ મુજબ, હુમલાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને રાહત-બચાવના કર્મચારીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ટીમ કેમિકલ સ્ટોરેજના યુનિટ્સને સીલ કરવાની અને સ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કોઈપણ વ્યક્તિને નુકસાન થયું નથી. ટીમોએ આ ક્ષેત્રના કર્મચારીઓને તુરંત સુરક્ષિત સ્થળે લઈ ગયા છે. સરકારે આસપાસ રહેતા લોકોને ઘરમાં જ રહેવાની અને દરવાજા-બારીઓ બંધ રાખવાની સલાહ આપી છે.

નિયોત હોવાવમાં ખતરનાક રસાયણોનું ઉત્પાદન

સોશિયલ મીડિયા પર નિયોત હોવાવમાં ભયાનક હુમલાની તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. વીડિયોમાં ભયાનક આગની જ્વાળાઓ અને ધૂમાળાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઈઝરાયલ માટે નિયોત હોવાવ ખૂબ જ મુખ્ય કેમિકલ અને ઔદ્યોગિક હબ છે. અહીં અનેક ખતરનાક રસાયણોનું ઉત્પાદન થતું હોય છે તેમજ સ્ટોરેજ પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આવા જોખમભર્યા વિસ્તારમાં હુમલાથી પર્યાવરણ અને નાગરિકોની સુરક્ષા જોખમાઈ શકે છે. અત્યાર સુધીના રિપોર્ટ મુજબ, આ હુમલામાં કોઈપણ માનવીય નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા નથી. જોકે સ્થિતિની ગંભીરતા જોતા સંપૂર્ણ સાવધાની રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની ‘સ્માર્ટ લોકડાઉન’ની તૈયારી! સરકારે કહ્યું- રાજ્યો સાથે વાત કર્યા બાદ નિર્ણય લઈશું

આ પણ વાંચો : શાંતિના નામે ટ્રમ્પનો ડ્રામા! ઈરાનનો દાવો- ગુપ્ત રીતે જમીન પર સેના ઉતારવાની તૈયારીમાં અમેરિકા



Source link

Related Articles

Back to top button