दुनिया

‘અમે અમેરિકાનું વધુ એક F-16 ફાઈટર જેટ તોડી પાડ્યું…’, યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો | US Iran War irgc claims another us f 16 fighter jet shot down



US-Iran War: અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ કહ્યું છે કે તેમણે અમેરિકાના વધુ એક અત્યાધુનિક F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઈરાને F-35 અને F-15 જેવા શક્તિશાળી ફાઈટર જેટ્સને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો, જો કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ ઈરાનના આ દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે F-15 ધ્વસ્ત કર્યું હોવાનો દાવો

IRGCએ આજે રવિવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાનના દક્ષિણ કિનારે તેમના એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અમેરિકાના એક F-15 લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. ઈરાની ન્યૂઝ એજન્સી ફાર્સના અહેવાલ મુજબ, અમેરિકન F-15 વિમાનને ઈરાનના એર ડિફેન્સ ફોર્સની ‘સરફેસ ટુ એર’ (સપાટીથી હવામાં) માર કરનારી મિસાઈલ સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું હતું.

F-35નું રહસ્ય, ઈરાનનો દાવો કે ઇમરજન્સી લેન્ડિંગ?

આ અગાઉ ઈરાને અમેરિકાના સૌથી ઘાતક ગણાતા F-35 સ્ટીલ્થ ફાઈટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ઈરાની સરકારી મીડિયાએ આને મોટી જીત ગણાવી હતી. જો કે આ બાબતે અમેરિકાનું સ્ટેન્ડ અલગ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે ગુરુવારે (19 માર્ચ, 2026) જણાવ્યું હતું કે, એક F-35 ફાઈટર જેટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું અને પાયલટ સુરક્ષિત છે. અમેરિકાએ હજુ સુધી લેન્ડિંગનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ઈરાન નહીં આ અરબ દેશમાં સત્તા પરિવર્તનના ભણકારા! 60% વસતી ધરાવતા શિયા મુસ્લિમો નારાજ

યુદ્ધમાં અમેરિકાને પણ મોટું નુકસાન

28 ફેબ્રુઆરી, 2026થી મધ્ય પૂર્વમાં ઈરાન સાથે ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ અને અન્ય વિમાનોને નુકસાન થયું છે. ઈરાનનો દાવો છે કે ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલાઓના જવાબમાં તેમણે અમેરિકાની થાડ (THAAD) રડાર સિસ્ટમ સહિત F-15, F-16 અને F-35 જેવા અત્યાધુનિક વિમાનોને તોડી પાડ્યા છે. આંકડાની વાત કરીએ તો આ યુદ્ધમાં અમેરિકાના બે ડઝનથી વધુ વિમાનો તોડી પાડવામાં આવ્યા છે અથવા ક્ષતિગ્રસ્ત થયા છે. તેમાંથી ઓછામાં ઓછા 17 વિમાનોને ઈરાને સીધા હુમલામાં તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.



Source link

Related Articles

Back to top button