दुनिया

ઈરાન અને હિઝબુલ્લાહ બાદ યુદ્ધમાં યમનની પણ એન્ટ્રી! ઇઝરાયલ પર ચોતરફી હુમલા શરૂ | Yemen Joins War: Houthi Rebels Launch Ballistic Missile at Southern Israel



Yemen enter In War : અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું સૈન્ય સંઘર્ષ હવે ખતરનાક રીતે વકરી રહ્યો છે. આ જંગમાં હવે યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓની એન્ટ્રી થઈ છે. શનિવારે વહેલી સવારે હૂતીઓએ દક્ષિણ ઇઝરાયલને નિશાન બનાવીને બેલેસ્ટિક મિસાઈલ હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર ઇઝરાયલમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

પરમાણુ મથક પાસે હાહાકાર

ઇઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, યમનથી છોડાયેલી મિસાઈલને કારણે દક્ષિણ ઇઝરાયલના બીરશેબા (Beer Sheba) શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર સાયરન વાગવા લાગ્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે ઇઝરાયલનું મુખ્ય પરમાણુ અનુસંધાન કેન્દ્ર (Nuclear Research Center) પણ આ વિસ્તારની નજીક આવેલું છે, જેને કારણે પરમાણુ સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે.

હૂતીઓનો પ્રથમ સીધો પ્રહાર

વર્તમાન સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધી હૂતીઓ મુખ્યત્ત્વે રાતા સમુદ્રમાં જહાજોને નિશાન બનાવતા હતા, પરંતુ ઇઝરાયલની જમીન પર સીધો બેલેસ્ટિક મિસાઈલ હુમલો કરવાની આ પ્રથમ ઘટના છે. ઇઝરાયલી સેના (IDF) એ પુષ્ટિ કરી છે કે તેઓએ યમનથી આવી રહેલી મિસાઈલની ઓળખ કરી લીધી છે અને તેને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

રાતભર હુમલાનો મારો

શનિવારે માત્ર યમન જ નહીં, પણ ઈરાન અને લેબનોન તરફથી હિઝબુલ્લાહ દ્વારા પણ ઇઝરાયલ પર સતત હુમલા કરવામાં આવ્યા હતા. પૂરી રાત ઇઝરાયલના આકાશમાં મિસાઈલો અને ડ્રોન જોવા મળ્યા હતા. ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાઓને રોકવા માટે સતત કાર્યરત છે.

અમેરિકાની કડક પ્રતિક્રિયા

બીજી તરફ, અમેરિકાએ પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ ઇઝરાયલના વડાપ્રધાન સાથે વાતચીત કરી છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે, હૂતીઓની આ એન્ટ્રી બાદ અમેરિકા હવે યમન સ્થિત હૂતીઓના ઠેકાણાઓ પર ફરીથી મોટા પાયે બોમ્બમારો કરે તેવી શક્યતા છે.



Source link

Related Articles

Back to top button