दुनिया

અમેરિકાએ દગો કર્યો? ઈઝરાયલ સાથે મળી ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર ભીષણ હુમલો, IRGC ની વોર્નિંગ | Iran Nuclear Plant Hit: Khondab Reactor Targeted by US Israel Forces



Iran vs Israel and USA War News : મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના સરકારી મીડિયાના દાવા મુજબ, ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ખૌંદાબ (Khondab) ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં હેવી-વોટર રિએક્ટર અને યલોકેક (Yellowcake) પ્રોડક્શન પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા છે.

અમેરિકાએ દગો કર્યો? ઈઝરાયલ સાથે મળી ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર ભીષણ હુમલો, IRGC ની વોર્નિંગ 2 - image

પરમાણુ પ્લાન્ટ પર એરસ્ટ્રાઈક

ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ‘ખૌંદાબ’ (Khondab) ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં હેવી-વોટર રિએક્ટરને મુખ્ય નિશાન બનાવવામાં આવ્યું છે.

યુરેનિયમ યુનિટ ધ્વસ્ત

આ હુમલામાં પરમાણુ બોમ્બ બનાવવા માટે વપરાતા ‘યલોકેક’ (Yellowcake) પ્રોડક્શન પ્લાન્ટ પર 10 થી વધુ બોમ્બ ઝીંકવામાં આવ્યા છે. હુમલા બાદ પ્લાન્ટની આસપાસ કાળો ધુમાડો જોવા મળ્યો હતો, જોકે રેડિયેશનના કોઈ સંકેત મળ્યા નથી.

IRGC ની ખુલ્લી ચેતવણી

હુમલા બાદ ઈરાનની સૈન્ય પાંખ IRGC એ વળતો પ્રહાર કરવાની જાહેરાત કરી છે. ઈરાને અમેરિકા અને ઇઝરાયલ સાથે જોડાયેલા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને તાત્કાલિક ઓફિસ છોડી દેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.

ટ્રમ્પનો 10 દિવસનો પ્લાન

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 10 દિવસ માટે હુમલા રોકવાની (સીઝફાયર) વાત કરી હતી, પરંતુ આ જાહેરાત વચ્ચે જ પરમાણુ પ્લાન્ટ પર થયેલા હુમલાએ સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય અને તણાવ વધારી દીધો છે.

સ્થાનિકોને સ્થળાંતરનો આદેશ

વળતા હુમલાની ભીતિને પગલે ઈરાને ઔદ્યોગિક વિસ્તારોની ૧ કિમીની ત્રિજ્યામાં રહેતા નાગરિકોને ઘર ખાલી કરવા આદેશ આપ્યો છે. મધ્ય પૂર્વમાં હવે ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે.



Source link

Related Articles

Back to top button