दुनिया

બાલેન્દ્ર શાહ – બાલેનના નેપાળના વડાપ્રધાન તરીકે શપથ વિધિ : તેઓ સૌથી યુવાન વડાપ્રધાન બન્યા | Nepal Swears In Balendra Shah As Youngest Prime Minister



– બાલેને ભારતની યુનિ.ઓમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે

– વ્યવસાયે ઇજનેર અને શોખથી સંગીતકાર બાલેને Ph.D. ની ડિગ્રી પણ મેળવી છે, શુક્રવારે ‘૧૨-૩૪’ના વિજય મુહૂર્ત સમયે શપથ લીધા

કાઠમંડુ : નેપાળમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી વ્યવસાયે ઇજનેર અને શોખથી સંગીતકાર અને ગાયક રહેલા બાલેન્દ્ર શાહે – બાલેને આજે શુક્રવારના દિવસે ૧૨.૩૪ ના વિજય મુર્હૂતે શપથ યોજયા હતા. નેપાળના પ્રમુખ રામચંદ્ર પૈડવાલે તેઓનો શપથવિધિ કરાવ્યો હતો.

તેઓએ ૪ વખત વડાપ્રધાન પદે રહેલા પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલેને જ સીધા ચૂંટણી યુધ્ધમાં ભારે બહુમતીથી પરાજિત કર્યા હતા. તથા તેમના પક્ષ સામ્યવાદી પક્ષ (માર્કિસ્ટ-લેનિસ્ટ) ને પણ ચૂંટણીમાં પ્રચંડ પરાજય આપ્યો હતો.

તેઓના શપથવિધિ સમયે હિન્દુ (વેદિક) અને બૌધ્ધ ધર્મનો સુમધુર સમન્વય જોવા મળ્યો હતો. શપથ વિધિ પછી વેદિક-બ્રાહ્મણોએ શંખનાદ કર્યો હતો અને વેદ-મંત્રો ઉચ્ચાર્યા હતા. તથા સ્વસ્તિ-વાચન પણ કર્યું. આ બૌદ્ધ લામાઓએ પણ આશિર્વાદ ઉચ્ચાર્યા હતા. તથા બૌદ્ધ ધર્મ મંત્રો ઉચ્ચાર્યા હતા.

પ્રાપ્ય માહિતી પ્રમાણે તેઓનાં મંત્રી મંડળમાં ૧૫ થી ૧૮ મંત્રીઓ રહેશે.

તેઓએ પહેલાં કાઠમંડુ યુનિવર્સિટીમાંથી પી.એચડી.ની ડીગ્રી મેળવી હતી. પછી તેઓ ભારતમાં વધુ વિદ્યાભ્યાસ માટે ગયા હતા.

તેઓને ભારતના વડાપ્રધાન મોદીએ તેઓને અભિનંદન આપતાં ફોન ઉપર વાત પણ કરી હતી અને કહ્યું હતું કે, આપણા ઐતિહાસિક સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આપણે સપ્રેમ આગળ વધીએ તેવી આશા. નેપાળને કોઈ પણ પ્રકારની સહાય માટે ભારત હંમેશા તૈયાર જ છે.



Source link

Related Articles

Back to top button