दुनिया

ઈરાન યુદ્ધમાં ટ્રમ્પની પ્રતિષ્ઠા દાવ પર! જેડી વેન્સ પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા બેઠક યોજે તેવી અટકળો | US Iran Peace Talks JD Vance to Lead High Level Meeting in Islamabad Amid Ceasefire Push


US-Iran Peace Talks: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલું યુદ્ધ હવે 27મા દિવસમાં પ્રવેશ્યું છે, ત્યારે આ સંઘર્ષને રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ‘શાંતિ મંત્રણા’ને લઈને ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેહરાનના ટોચના નેતૃત્વ સાથે યુદ્ધ વિરામ માટે વાતચીત ચાલુ છે. જોકે, બીજી તરફ ઈરાને આવી કોઈ પણ સત્તાવાર વાતચીતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. આ વિરોધાભાસી દાવાઓ વચ્ચે હવે ટ્રમ્પની પ્રતિષ્ઠા દાવ પર લાગી હોય તેમ જણાય છે.

શાંતિ મંત્રણા માટે રાજદ્વારી પ્રયાસો તેજ

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આ સપ્તાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની શક્યતા છે, જેમાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ શાંતિ મંત્રણા માટે સામેલ થઈ શકે છે. આ બેઠકમાં તેમની સાથે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને પૂર્વ સલાહકાર જેરેડ કુશનર પણ હાજર રહે તેવી અટકળો છે. રસપ્રદ વાત એ છે કે, ઈરાને આ શાંતિ મંત્રણા માટે જેડી વેન્સને પોતાની પહેલી પસંદ ગણાવ્યા છે અને સ્ટીવ વિટકોફ કે જેરેડ કુશનર સાથે વાત કરવાનો ઇન્કાર કર્યો છે.

આ પણ વાંચો: 28 માર્ચે યુદ્ધ વિરામ? ટ્રમ્પ એકતરફી નિર્ણય કરે તેવા ડરથી ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા તેજ

જેડી વેન્સ પર ઈરાનનો ભરોસો

ઈરાન દ્વારા અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ પર ભરોસો મૂકવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અગાઉ વિટકોફ અને કુશનર જેવા નેતાઓ સાથે થયેલી વાતચીતના થોડા જ સમયમાં તેહરાન પર સૈન્ય હુમલા શરૂ થઈ ગયા હતા, જેના કારણે હવે ઈરાન તેમના પર વિશ્વાસ કરવા તૈયાર નથી. બીજી તરફ, જેડી વેન્સ હંમેશા મધ્ય પૂર્વના યુદ્ધોમાં અમેરિકાના સામેલ થવાનો વિરોધ કરતા રહ્યા છે, તેથી ઈરાનનું માનવું છે કે વેન્સ આ જંગનો અંત લાવવામાં વધુ વ્યવહારુ અને મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સંભવિત બેઠકમાં ઈરાન તરફથી વાટાઘાટોનું નેતૃત્વ ત્યાંની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગલિબાફ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.


ઈરાન યુદ્ધમાં ટ્રમ્પની પ્રતિષ્ઠા દાવ પર! જેડી વેન્સ પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા બેઠક યોજે તેવી અટકળો 2 - image



Source link

Related Articles

Back to top button