दुनिया

યુદ્ધ ખતમ થવાની અણીએ? ટ્રમ્પે સહયોગીઓને કહ્યું – જલદી ખતમ કરો, બીજા ઘણાં કામ છે | donald trump iran war end timeline may 2026 xi jinping summit



India Iran Talk : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સાથેના યુદ્ધને વધુ ખેંચવાના મૂડમાં નથી. તાજેતરના અહેવાલો મુજબ, ટ્રમ્પ આગામી થોડા અઠવાડિયામાં આ સંઘર્ષ પર પૂર્ણવિરામ મૂકવા માંગે છે. ટ્રમ્પનું લક્ષ્ય છે કે, મે મહિનાના મધ્યમાં ચીની નેતા શી જિનપિંગ સાથે યોજાનારી બેઠક પહેલા આ વિવાદ ઉકેલાઈ જાય, જેથી તેઓ પોતાના ઘરેલું એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

4 થી 6 અઠવાડિયાનો ટાર્ગેટ

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે તેમના સહયોગીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તેઓ જાહેર કરવામાં આવેલી 4-6 અઠવાડિયાની ટાઈમલાઈન પર ટકી રહે. ટ્રમ્પ માને છે કે યુદ્ધ હવે તેના અંતિમ ચરણમાં છે. જોકે, શાંતિ વાર્તા હજુ શરૂઆતી તબક્કામાં હોવાથી રસ્તો એટલો સરળ હોય તેવી શક્યતા નહીવત્ત છે. 

યુદ્ધ રોકવા પાછળના મુખ્ય કારણો

અમેરિકામાં વધતી મોંઘવારી અને આગામી મધ્યાવધિ ચૂંટણીઓ ટ્રમ્પ માટે ચિંતાનો વિષય છે. ફ્લોરિડાની મહત્વની બેઠક ડેમોક્રેટ્સ પાસે જવાથી રિપબ્લિકન પાર્ટી પર દબાણ વધ્યું છે. અત્યાર સુધી આ સંઘર્ષમાં 13 અમેરિકન સૈનિકોના મોત થયા છે અને અંદાજે 300 ઘાયલ થયા છે, જે ટ્રમ્પ માટે મોટો રાજકીય જોખમ સાબિત થઈ શકે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે કોઈ એવા સમજૂતી પર પહોંચાય જેનાથી અમેરિકાને ઈરાનના ઓઇલ સુધી પહોંચ મળી શકે.

આ પણ વાંચો : ‘ભારત સહિત 5 મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે..’, ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન

મુશ્કેલીઓ અને વિરોધાભાસ

એકતરફ ટ્રમ્પ રાજદ્વારી રસ્તાઓ શોધી રહ્યા છે, તો બીજી તરફ મધ્યપૂર્વમાં વધારાના સૈનિકો તૈનાત કરીને દબાણ પણ વધાર્યું છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓ વચ્ચે પણ આ મામલે મતભેદ છે. કેટલાક પક્ષો અને સહયોગીઓ શાંતિપૂર્ણ રાજદ્વારી ઉકેલ ઈચ્છે છે. કેટલાક લોકો અને પક્ષો કડક લશ્કરી કાર્યવાહી અને ઈરાનમાં સત્તા પરિવર્તનની હિમાયત કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ચેતવણી આપી છે કે, જો તેહરાન (ઈરાન) સમજૂતી માટે આગળ નહીં વધે, તો અમેરિકા પહેલા કરતા પણ વધુ ભયાનક હુમલો કરી શકે છે.

વૈશ્વિક અર્થતંત્ર પર અસર

જો આ યુદ્ધ વહેલી તકે સમાપ્ત નહીં થાય, તો હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધો ચાલુ રહેશે. જેની સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને ભારત સહિતના દેશોના અર્થતંત્ર પર પડી શકે છે. ઇઝરાયલ અને ખાડી દેશોનું વલણ પણ આ મામલે ઘણું નિર્ણાયક સાબિત થશે.



Source link

Related Articles

Back to top button