दुनिया

VIDEO : બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના, મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી, 2 મોત, 35 ગુમ | Bangladesh Bus Accident: 2 Dead and 35 Missing as Passenger Bus Plunges into Padma River



Bangladesh Bus Accident : બાંગ્લાદેશમાં બુધવારે (25 માર્ચ) એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી એક બસ નદીમાં ખાબકતા મોટો અકસ્માત થયો છે. આ બસમાં અંદાજે 40 જેટલા લોકો સવાર હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બસ એક ફેરી પર ચઢી રહી હતી.

દુર્ઘટનામાં બે મહિલાઓના મોત

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 35થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાની આશંકા છે. આ અકસ્માત દક્ષિણ-પશ્ચિમ રાજબારીના દૌલદિયા ટર્મિનલ પર સાંજે અંદાજે 5.15 વાગ્યે બન્યો હતો, જ્યારે બસ સીધી પદ્મા નદીમાં જઈ પડી હતી.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

ટર્મિનલ સુપરવાઈઝરના જણાવ્યા અનુસાર જ્યારે બસ પોન્ટૂનથી ફેરી તરફ જઈ રહી હતી ત્યારે એક નાની ફેરી પોન્ટૂન સાથે અથડાઈ હતી. આ અથડામણને કારણે બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ નદીમાં ખાબકી હતી. નદી પોલીસના જણાવ્યા મુજબ કેટલાક મુસાફરો તરીને કિનારે આવવામાં સફળ રહ્યા હતા પરંતુ મોટાભાગના લોકો હજુ પણ ગુમ છે.

આ પણ વાંચો : ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ્રસ્તાવ પણ ઠુકરાવ્યો, ટ્રમ્પને કહ્યા અવિશ્વાસુ

બચાવ કામગીરી ચાલુ

ફેરી ટર્મિનલના અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં બસ પડી છે ત્યાં નદીની ઊંડાઈ અંદાજે 30 ફૂટ જેટલી છે. ગોતાખોરો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી ચાલી રહી છે. બસ સંપૂર્ણપણે નદીમાં ડૂબી ગઈ હોવાથી તેને બહાર કાઢવા માટે ઢાકાથી પણ વિશેષ બચાવ ટીમો અને ગોતાખોરો આવી ગયા છે. ભારે પવન અને વરસાદ વચ્ચે પણ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : ‘…તો સચિન તેંડુલકરનો પુત્ર વિશ્વનો મહાન બેટ્સમેન બની શકશે’ યુવરાજ સિંહના પિતાનો માસ્ટર પ્લાન



Source link

Related Articles

Back to top button